Abtak Media Google News

બાલાજી હોલ નજીક ક્રાઇમ બ્રાંચે ગેરકાયદેસર ડબ્બા ટ્રેડીંગનો પર્દાફાશ કર્યો હતો

શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર બાલાજી હોલ પાસે ગેરકાયદેસર શેરના સોદાઓ કરી સરકારને લાખોનું નુકશાન કરવાના ગુન્હામાં પકડેલ આરોપી મુકેશ ચોહલીયાને નિર્દોષ છોડી મુકવામાં આવેલો છે.

આ કેસની હકીકત એવી છે કે ૧પ૦ રીંગ રોડ પર બાલાજી હોલની સામે શ્રીજી કોમ્પલેક્ષ ઓફીસમાં મુકેશ લક્ષ્રમણભાઇ ચોહલીયા, શેર સ્ટોક એક્ષચેન્જમના બ્રોકર કે સબબ્રોકર ન હોવા છતાં અનઅધિકૃત રીતે શેરના ગેરકાયદેસર રીતે સોદાઓ કરાવી નફા-નુકશાનની રકમ રોકડેથી લેવડ-દેવડ કરી સરકારને ટેકસની રકમ ચુકવ્યા વિના સરકાર સાથે છેતરપીંડી કરી હતી.

આરોપી સામે એફ.આઇ.આર. નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસના અંતે ચાર્જશીટ રજુ કરાતા આરોપી સામેનો કેસ સેશન્સ અદાલતમાં ચાલવા પર આવતા આરોપીએ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત અદાલતમાં હાજર થયેલ અને પોતે નિર્દોષ  હોવાનું કથન કરતા અદાલત દ્વારા કેસ કાર્યવાહી આગળ ચલાવવામાં આવી હતી.

પ્રોસીકયુસન તરફે આરોપી સામેનો કેસ પુરવાર કરવા ફરીયાદી સહીત નવ સાહેદો તપાસવામાં આવેલ અને અસંખ્ય દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ જે દસ્તાવેજી પુરાવાઓમાં આરોપીના મોબાઇલ કોલની ડીટેઇલ તેમજ આરોપી તથા ગ્રાહકોના ખાતાના ઉતારાઓ અને કોડ નેમ (ટુંકા નામો) સહીતની વિગતો રજુ કરવામાં આવેલ હતી.આ કામમાં તમામ આરોપી મુકેશ ચોહલીયા વતી યુવા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્વવન મહેતા, જગદીશ નારીગરા, અમૃતા ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી કેવલ પટેલ, કૃષ્ણ ગોર રોકાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.