Abtak Media Google News

MG મોટર્સે તેની પ્રથમ એસયુવી એમજી હેક્ટરને ભારતમાં લોન્ચ કરી દીધી છે. હેક્ટરને બે એન્જિન ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવી છે. બંને એન્જિનોની સાથે 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન મળશે. પેટ્રોલ વેરિયન્ટની સાથે ઓટોમેટિક અને મેન્યુઅલ બંને મળશે.

હેક્ટરની તુલના મહિન્દ્રા એક્સયુવી 500, જીપ કંપાસ અને તાજેતરમાં લોન્ચ થયેલી ટાટા હેરિયર સાથે થશે. કંપની દ્વારા હાલ પ્રારંભિક કિંમત 12.18 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) રાખવામાં આવી છે.

Screenshot 1 17કંપનીના કહેવા મુજબ, પાંચ વર્ષ સુધી અનલિમિટેડ કિલોમીટર પર વોરંટી આપવામાં આવશે. જોકે આ માટે કેટલીક શરતો રાખવામાં આવી છે. MG હેક્ટરને ભારતમાં હાલ 5 સીટર મોડલમાં લોન્ચ કરવામાં આવી છે. એપ્રિલ 2020માં BS6 એમિશન નોર્મસ લાગુ થવા સુધીમાં કંપની તેને 7 સીટર મોડલમાં પણ લોન્ચ કરશે.

આ કાર સ્ટાઇલ, સુપર, સ્માર્ટ અને શાર્પ એમ ચાર વેરિયન્ટમાં મળશે. કારના એન્જિન ઓપ્શનની વાત કરવામાં આવે તો 143hp, 1.5-લીટર ટર્બો પેટ્રોલ, 170hp, 2.0- ડીઝલ અને 1.5 ટર્બો પેટ્રોલનું 48V માઇલ્ડ હાઇબ્રિડ વર્ઝન આપવામાં આવ્યું છે.

1 578 872 0 70 Http Cdni.autocarindia.com Extraimages 20190402031635 Mg Hector Rear Silverએમજી હેક્ટર દેશની પ્રથમ ઈન્ટરનેટ કાર છે. હેક્ટરના આ ફીચરનું નામ iSmart સિસ્ટમ છે. આ સિસ્ટમને એરટેલના ઇ-સિમથી કનેક્ટ કરી શકાય છે. હેક્ટર દેશની પ્રથમ 5જી કનેક્ટિવિટી ધરાવતી કાર છે. આ સિસ્ટમના ઓવર-ધ-યર અપડેટ પણ મળશે અને સર્વિસ સેન્ટર પર ગયા વગર યૂઝર તેને ડાઉનલોડ કરી શકશે. હેક્ટરમાં 10.4 ઇંચની પોર્ટ્રેટ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ આપવામાં આવી છે અને તેમાં અનેક એપ્લીકેશન્સ પ્રી લોડેડ છે.

Mg Hector Launch Priceઆઇસ્માર્ટ સિસ્ટમની વિશેષતા એ છે કે યૂઝર તેમના સ્માર્ટફોન પર કારનું રિયલ ટાઇમ અપડેટ પણ જોઈ શકે છે. ઉપરાંત યૂઝર મોબાઇલ પર ટાયર પ્રેશર, લાઇવ લોકેશન્સ પણ એક્સેસ કરી શકે છે. સ્માર્ટફોનથી કારના દરવાજાને લોક-અનલોક કરી શકાય છે. કારને સ્ટાર્ટ કે બંધ કરવાની સાથે ફોનથી એર કન્ડિશનિંગ સિસ્ટમને પણ શરૂ કરી શકાય છે. હેક્ટરની મોબાઇલ એપમાં સર્વિસ હિસ્ટ્રી પણ ચેક કરી શકાય છે.

એમજી હેક્ટર પ્રથમ વખત પલ્સ હબ દ્વારા કસ્ટમર મેનેજમેન્ટ સર્વિસ પણ ઓફર કરે છે. આ સર્વિસ દ્વારા એક્સિડેન્ટની સ્થિતિમાં કારની એરબેગ ખુલવા પર કેટલાક ખાસ નંબરોને ટેક્સ્ટ મેસેજ ઓટોમેટિક જતા છે. ઉપરાંત વ્હીકલ લોકેશન પણ શેર થશે. હેક્ટરમાં iCall ફીચર પણ છે.

Mg Hector Specsહેક્ટરના અન્ય ફીચર્સની વાત કરવામાં આવે તો તેમાં કીલેસ એન્ટ્રી, ઓટો ડમિંગ IRVM, ક્વેડ એલઇડી પ્રોજેક્ટર લેમ્પ, એલઇડી ટેલ લેમ્પ, હનીકોમ્બ મેશ ગ્રિલ જેવા યુનિક ફીચર આપવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.