Abtak Media Google News

અધિક આસો સુદ એકમ ને આજરોજ તારીખ ૧૮/ ૯ ના રોજ થી પવિત્ર પુરૂષોત્તમ માસનો પ્રારંભ થયો છે. ધર્મ, આરાધના, તપ, જપ માટે પુરુષોત્તમ માસ ઉત્તમ ગણાય છે. જે મહિનામાં સૂર્ય રાશિ બદલતો નથી તે મહિનાને અધિક માસ કહેવામાં આવે છે. પુરુષોત્તમ માસ આશરે ૨૮થી ૩૬ મહિને આવે છે. પુરુષોત્તમ માસમાં ઉપવાસ કે એકટાણા કરવા. જેમાં વ્રત દરમિયાન ચોખા, ઘઉં,મગ, જવ, તલ, કાંગ, વટાણા, સામો, આદુ, કંદમૂળ, કાકડી, કેળા, દહીં, ઘી, દૂધ, ફણસ, જીરું, સૂંઠ, આમલી, સોપારી, આમળા વગેરે વસ્તુઓ ખાઈ શકાય છે.  પુરુષોત્તમ માસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું, જમીન પર સૂવું, રાત્રી પહેલાં ભોજન કરવું અને  બને ત્યાં સુધી ઘરે બનાવેલું જ ભોજન લેવું, પુરુષોત્તમ માસની કથા સાંભળવી, તેને જીવનમાં ઉતારવી. આમ કરવાથી આ જન્મમાં શાંતિની પ્રાપ્તિ થાય છે.  પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુ પોતે જ પૃથ્વી પર રહેતા હોવાથી પ્રાર્થના જલ્દી સ્વીકાર કરે છે. પુરૂષોત્તમ મહિનામાં રામાયણ, ભાગવત, અથવા ગીતાજી નો પાઠ કરી આત્મકલ્યાણ કરી શકાય છે. સાથે પુરુષોત્તમ માસના માં સૂર્યને દરરોજ અર્ધ્ય આપવુ, સૂર્યનમસ્કાર કરવા, જેથી બીમારીઓ સામે રક્ષણ મળે. પુરુષોત્તમ મહિના દરમ્યાન વ્રત કરવાથી કોરોના જેવી બીમારી સામે પણ રક્ષણ મેળવી શકાય છે. યોગ્ય ખાવા-પીવામાં પણ પરેજી રહેશે અને બીમારી સામે રક્ષણ મળશે અને પુણ્યનું ભાથું પણ બંધાશે.

Screenshot 1 15

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.