Abtak Media Google News

કૃષ્ણા કેન્સર એન્ડ એસો. દ્વારા જાગૃતિ કેમ્પ યોજી કેન્સરને કેવી રીતે ડીટેકટ કરાય તેની જાણકારી આપવામા આવે છે

કૃષ્ણા કેન્સર એડ એસો. દ્વારા લાયન્સ કલબ ઓફ સેલવાસ અને ઈન્ડિયન રેડક્રોષ સોસાયટી સેલવાસનાં વિશેષ સહયોગથી તથા સુરતના ટ્રાઈ સ્ટાર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના ડોકટરોની ટીમ દ્વારા મહિલાઓનું સંપૂર્ણ આરોગ્ય ચેકઅપ કરાયું હતુ. મહિલા નિષ્ણાંતોએ મહિલાઓને સ્તન કેન્સરથી બચવા માટે સ્થળ પરીક્ષણ કેવી રીતે કરવું તેનું પ્રશિક્ષણ અપાયું હતુ.

આ ઉપરાંત તમામનું ઈસીજી, સુગર, બીપી, થાઈરોઈડ, ઘુંટણ સંબંધીત રોગ, ઓરલ ચેકઅપ, આંખનું નિદાન વગેરે કરવામાં આવ્યું હતુ. સંસ્થાના ચેરપર્સન મીના તવંરએ જણાવ્યું હતુ કે કૃષ્ણા કેન્સર એડ એસો. છેલ્લા ૧૨ વર્ષથી કેન્સર અવેરનેસ માટે દેશના વિવિધ શહેરોમાં પહેલા કેન્સર ડિટેકશન કેમ્પ અને સેમીનાર યોજીને કેન્સર પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવી રહ્યું છે.

વધુમાં જણાવ્યું કે આજે સ્તન કેન્સર મહિલાઓનાં મૃત્યુનું મુખ્ય કારણ છે કારણ કે મહિલાઓ સમયસર ડોકટર પાસે પહોચતી નથી અને અંતે ત્યાં સુધીમાં આ રોગ ચરમસીમાએ પહોચી ચૂકયો હોય છે. જેથી ડોકટર પણ મહિલાઓને બચાવી શકતા નથી. જો સ્ત્રીઓમાં જાગૃકતા આવે અને કેન્સરની પ્રથમ અવસ્થામાં જ જાણ થાય તો સ્ત્રીઓની બચવાની શકયતા વધુ રહે છે. ડબલ્યુએચઓ દ્વારા પણ જાગૃકતાને જ કેન્સરથી બચવાનું સૌથી મોટુ હથીયાર ગણાવ્યું છે.

કેમ્પને સફળ બનાવવા માટે રેડકોર્ષ સોસાયટીના કુલદિપસિંહ, લાયન્સ કલબના અધ્યક્ષ પિંકી ખીમનાણીનો વિશેષ રહ્યો હતો. સંસ્થાના વાઈસ ચેરમેન રવિપાલસિંહ નંવર, સાધના પાઠક, મિથલેસ શર્મા, પ્રશાંત સિંહ સો=નીયા સિંહ તથા સમાજની અગ્રગણ્ય મહિલાઓ, શોભનાસિંહ, સ્વરૂપા શાહ, ડો. પ્રેમલતા નવલ, ડો. વૈશાલી પાટીલ, પાયલમિશ્રાએ ભારે જહેમત ઉઠાવી હતી. શિબિરનું ઉદઘાટન અતુલ શાહના હસ્તે કરાયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.