Abtak Media Google News

ચૌદશ બુધવારની સવાર સુધી હોય, ત્યારબાદ પુનમ તીથીમાં રાત્રે હોલિકાદહન: ફાગણ વદ એકમનો ક્ષય

ગુરુવારે ધુળેટી, હોળાષ્ટકની સાથે મીનારક મુહૂર્તો હોય એક માસ સુધી લગ્ન-વાસ્તુમાં દોષ

આગામી ગુરુવાર તા.૧૪/૩/૨૦૧૯ના રોજ વહેલી સવારે ૪:૨૪ થી હોળાષ્ટકનો પ્રારંભ થશે જે ધુળેટી તારીખ ૨૧/૩/૨૦૧૯ને ગુરુવારે વહેલી સવારે ૭:૧૪ કલાકે પૂર્ણ થશે. આમ ગુરુવારથી બુધવાર સુધી એક અઠવાડીયું હોળાષ્ટક ચાલશે.

શાસ્ત્રોક માન્યતા મુજબ હોળાષ્ટકમાં કોઈપણ નવું કાર્ય શુભ કાર્ય અથવા કોઈપણ માંગલિક કાર્ય કરવું ઉચિત ગણાતું નથી. હોળાષ્ટક હોળી એટલે કે પુનમ તિથિ પૂર્ણ થયે પુરા થાય છે. હોળાષ્ટક દરમ્યાન હિન્દુ સંસ્કૃતિના ૮ દિવસ પહેલા આ દિવસે અમંગલ પ્રદાન કરતા હોય છે. આ વર્ષે હોળી ચૌદશને બુધવારે છે બુધવારે ચૌદશ સવારના ૧૦:૪૫ સુધી છે ત્યારબાદ પુનમ તિથિ બેસી જાય છે.

આથી સાંજના સમયે પ્રદેશકાળ વખતે પુનમતિથિ હોતા હોલીકાદહન બુધવારે તા.૨૦/૩/૨૦૧૯ના દિવસે તથા એકમ ફાગણ વદ એકમનો ક્ષય હોતા અને ગુરુવારે તા.૨૧/૩/૨૦૧૯ના દિવસે પુનમ સવારે ૭:૧૩ સુધી જ હોતા ધુળેટી ગુરુવારે તા.૨૧/૩/૨૦૧૯ના દિવસે છે. હોળી અને ધુળેટી બન્ને નજીકના દિવસોમાં આવશે તે પહેલા ગુરુવાર સવારથી હોળાષ્ટકનો પ્રારંભ થતા લગ્ન જેવા અનેક શુભકાર્યોમાં બ્રેક લાગશે.

હોળાષ્ટકની સાથે મીનારક કમુહૂર્તોનો પ્રારંભ પણ તારીખ ૧૫/૩/૨૦૧૯થી થશે અને ૧૪/૪/૨૦૧૯ના રવિવારે મીનારક કમુહૂર્તો ઉતરશે. આમ એક મહિના સુધી લગ્ન જેવા શુભ કાર્યમાં બ્રેક લાગશે. મીનારક કમુહૂર્તોમાં જય ગ્રહશાંતી હોમ, શિવપુજા, લઘુ‚દ્ર, રૂદ્રી રાંદલ પુજા, કથા, ચંદીપાઠ, નક્ષત્ર શાંતી જેવા દરેક કાર્યો થઈ શકે છે. ફકત લગ્ન-વાસ્તુ જનોઈમાં જ મીનારક કમુહૂર્તોનો દોશ લાગે છે તેમ શાસ્ત્રી રાજદિપ જોષીની યાદીમાં જણાવાયું છે.

હોળાષ્ટકનું પૌરાણિક મહત્વ

Holashtak 2019

હોળાષ્ટકનું પૌરાણિક મહત્વ જોઈએ તો ભકત પ્રહલાદને ભસ્મ કરવા ફાગણ સુદ આઠમથી જ તૈયારી કરવામાં આવેલી અને હિરણ્ય કશ્યપે પોતાની બહેન હોલિકા સાથે મળીને પ્રહલાદને સળગાવાનું ષડયંત્ર રચ્યું હતું. પ્રહલાદ વિષ્ણુ ભકત હતો પરંતુ હિરણ્ય કશ્યપ પોતાને ભગવાન માનતો હતો આથી પોતાની બહેન હોલિકાને વરદાન હતું કે અગ્નિ તેને સળગવી શકે નહીં આથી ફાગણ સુદ આઠમથી જ ભકત પ્રહલાદને સળગાવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. જેના પગલે ભય શોકની લાગણીને કારણે આટલા દિવસો શુભ કાર્યો અટકાવી દેવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.