Abtak Media Google News

ઉરૂગ્વે અને ફ્રાન્સ પણ કવાર્ટર ફાઈનલમાં મુકાબલામાં ઉતરશે

બ્રાઝિલ અને બેલ્જિયમ વચ્ચે આજે કર્વાટર ફાઈનલમાં કાંટે કી ટકકર થશે. બ્રાઝિલ છઠ્ઠી વખત વર્લ્ડકપ જીતવાના પોતાના સ્વપ્નને સાકાર કરી શકશે કે નહીં તે આજની મેચથી નકકી થશે. બીજી તરફ બેલ્જીયમ પાસે પણ આ મેચ દ્વારા વિશ્વ સ્તરે એક તાકાતના રૂપમાં ઉભરવાની તક છે. બ્રાઝીલના નેયમારને રોકવા બેલ્જિયમ આજે સંપૂર્ણ તાકાત લગાવશે.

બેલ્જીયમના ડિફેન્સ ઉપર દબાણ રહેશે. અગાઉ બ્રાઝીલ અને બેલ્જીયમ વચ્ચે ચાર મુકાબલા થયા છે. આજે પાંચમો મુકાબલો યોજાશે. અગાઉની ચારમાંથી ત્રણ મેચમાં બ્રાઝીલનો હાથ ઉપર રહ્યો છે.

અહીં ઉલ્લેખનીય છે કે, બેલ્જીયમની ટીમ-૨૦૧૪માં પણ ફિફા વર્લ્ડકપના કવાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. જેમાં પરાજય થયો હતો. જયારે તે વર્લ્ડકપમાં બ્રાઝીલનો જર્મની સામે સેમી ફાઈનલમાં પરાજય થયો હતો. ચાલુ વર્લ્ડકપમાં બેલ્જીયમે લીગ રાઉન્ડમાં પનામા, ટયુનિશીયા, ઈંગ્લેન્ડ અને જાપાનને હરાવ્યા હતા.

બીજી તરફ બ્રાઝીલના લીગ રાઉન્ડમાં સ્વીટઝર્લેન્ટ સામેનો મેચ ડ્રો થયો હતો. કોસ્ટારીકા, સાર્બિયા અને મેકસીકોને બ્રાઝીલ પરાજય આપી ચુકયું છે. બ્રાઝીલ સતત સાતમી વખત વર્લ્ડ કંપની કવાર્ટર ફાઈનલમાં રમી રહી છે. છેલ્લા ત્રણ વર્લ્ડકપમાં બ્રાઝીલને યુરોપીયન ટીમ પરાસ્ત કર્યું હતું.

આજે ફિફા વર્લ્ડકપના કવાર્ટર ફાઈનલમાં ઉરૂગ્વે અને ફ્રાન્સ વચ્ચે મુકાબલો થશે. આ મુકાબલામાં સૌની નજર ઉરૂગ્વેના ડિફેન્સ અને ફ્રાન્સની સ્પીડ ઉપર રહેશે. ઉરૂગ્વેના સુરક્ષા કવચને ભેદવુ ફ્રાન્સ માટે પડકારજનક બની રહેશે તેવું માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.