બ્રેન સ્ટ્રોક: તન-મનની કાળજી લેવામાં નાની અમથી બેદરકારી પડે છે ભારે

બગડતી લાઈફસ્ટાઈલ અને ગમે તે ખાઈ લેવાની વૃત્તિને લીધે બ્રેન સ્ટ્રોકનું જોખમ વધી રહ્યું છે. સ્ટ્રેસ લેવલ હાઈ હોવું અને કોલેસ્ટ્રોલમાં વધારો જ આ રોગના મુખ્ય કારણો છે. આપણા શરીરમાં મસ્તિક અને નાડીઓ નો પ્રાણવાયુ (Oxygen) અને પોષક તત્વો ની સતત આપૂર્તિ રક્ત વાહીનીઓ થી રક્ત દ્વારા કરવામાં આવે છે. જયારે પણ આ રક્તવાહિનીઓ માં કોઈ કારણોસર ક્ષતિ પહોચે છે કે અવરોધ ઉભો થાય છે ત્યારે મસ્તિક ના અમુક ભાગને લોહી ની આપૂર્તિ બંધ થઇ જાય છે.

દરેક 6 માંથી એક વ્યકિતને બ્રેન સ્ટ્રોક થાય છે. પુરુષો કરતાં મહિલાઓને બ્રેન સ્ટ્રોક આવવાની શકયતા વધારે છે. માત્ર અડધી વસ્તીને જ આના લક્ષણો વિશે જાણ છે. છેલ્લા ૪ દાયકામાં ભારતમાં આ રોગમાં ૧૦૦ ટકા વધારો થયો છે.બ્રેન સ્ટ્રોકથી બચવા માટે કઠોળ ખાવું હિતાવહ છે. કઠોળમાં ફાઈબરના સારા સ્ત્રોત છે અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. આદું ખાવાથી લોહી પાતળુ રહે છે અને ગઠાઈ જવાની આશંકા ઘટે છે. ઓમેગા ફેટી એસિડવાળા ખાદ્યપદાર્થો જેમ કે તૈલીય માછલી, અખરોટ, સોયાબિન વગેરેને ભોજનમાં સ્થાન આપો. જાંબુ, ગાજર, ટામેટાં અને લીલા શાકભાજી જરૂર લેવા જોઈએ.

બ્રેન સ્ટ્રોકના લક્ષણો

અચાનક સંવેદન શૂન્ય થઈ જવું. ફેસ, હાથ-પગ કે શરીરના કોઈ ભાગમાં નબળાઈ આવી જવી. માંસપેશીઓમાં વિકૃતિ, કંઇપણ બોલવામાં કે સમજવામાં મુશ્કેલી થવી, એક કે બંને આંખમાં તકલીફ થવી, ચાલવામાં મુશ્કેલી પડવી, ચક્કર આવવા, સંતુલન ના કરી શકવું. જો માથામાં કોઈ પણ કારણ વગર સખત દુ:ખાવો થાય તો આ સામાન્ય રીતે હેમરેજ (રક્તસ્રાવ)ને કારણે સ્ટ્રોકનો સંકેત હોઈ શકે છે.

કોણ બની શકે ભોગ?

સામાન્ય રીતે બ્રેન સ્ટ્રોક પાછળ જીવનશૈલીમાં બેદરકારી કારણભૂત હોય છે. વધારે માનસિક તણાવમાં રહેવું અથવા સતત ખાતા રહેવું અને સ્થૂળતા બ્રેન એટેકનું મુખ્ય કારણ બની શકે છે. કોલેસ્ટ્રોલનું વધતું સ્તર અને ઘટતી શારીરિક સક્રિયતા પણ આનું કારણ બની શકે છે. ધૂમ્રપાન, દારૂ અને ગર્ભ નિરોધક ગોળીઓનું સેવન પણ આ તકલીફને આમંત્રણ આપી શકે છે