Abtak Media Google News

બ્રહ્માકુમારીઝ પરિવારમાં અનેરો ઉત્સાહ: ૧૦મીએ પાવનધામનું ભવ્ય ઉદ્ઘાટન

વિશ્ર્વ નવનિર્માણ અર્થે અનેક સામાજીક સેવાઓ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા બ્રહ્માકુમારીઝ રાજકોટની સેવાઓના ૨૦૧૯ સાલમાં ૫૦ વર્ષ થતા હોય. રાજકોટ બ્રહ્માકુમારીઝ દ્વારા ભવ્ય ગોલ્ડન જયુબીલી મનાવવામાં આવશે. ૫૦ વર્ષમાં સમસ્ત સૌરાષ્ટ્ર તથા રાજકોટમાં અનેક સેવા સંકુલ દ્વારા વર્તમાન તનાવ, ટેન્શનના સમયમાં શાંતિ, સદભાવનાની સ્થાપના અર્થે અનેક સેવાઓ કરી એક પ્રેરણાસ્ત્રોત બનેલ છે.

જેની સોનેરી શૃંખલામાં ૧૯૬૯માં પરમપિતા શિવ પરમાત્મા તથા પિતા બ્રહ્માબાબાના માર્ગદર્શનથી સૌરાષ્ટ્રમાં આઘ્યાત્મિકતાના સુર્યોદય હેતુ માત્ર ૨૮ વર્ષની ઉંમરે રાજયોગીની બ્રહ્માકુમારી ભારતીદીદીનું કલકતાથી રાજકોટમાં આગમન તથા સૌથી પૌરાણિક પંચનાથ મહાદેવ મંદિરમાં પ્રથમ આઘ્યાત્મિક કાર્યક્રમ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ભ્રાતા ડોલરરાય માંકડના હસ્તે રાજકોટમાં જુના જાગનાથમાં બ્રહ્માકુમારીના પ્રથમ સેવા સંકુલનું ઉદઘાટન, ૧૯૭૦માં રેસકોર્સ-બાલભવનમાં વિશ્વ નવનિર્માણ આઘ્યાત્મિક પ્રદર્શનીનું ખાદી કમિશન બોર્ડના ભ્રાતા ઢેબરભાઈ દ્વારા ઉદઘાટન, ૧૯૭૧માં અરવિંદભાઈ મણીયાર હોલ, પટેલવાડીમાં રક્ષાબંધન, શિવરાત્રીના આયોજીત ભવ્ય કાર્યક્રમો, રાજકોટ જીલ્લા કલેકટર ભ્રાતા રામનાથન, રાજકુમાર કોલેજના પ્રિન્સીપાલ ભ્રાતા પીટડ રાજર્સનની ઉપસ્થિતિ, રાષ્ટ્રીયશાળામાં આયોજીત રાજયોગ પ્રદર્શનનું ભ્રાતા અનંતરાય બક્ષી (ઉપકુલપતિ રાષ્ટ્રીય શાળા)ના હસ્તે ઉદઘાટન, સૌરાષ્ટ્રના અનેક શહેરો જેવા કે જુનાગઢ, જામનગર, મોરબી, વાંકાનેર, ભુજ, દ્વારકા વગેરેમાં માનવ કલ્યાણ હેતુ સેવાસંકુલોની સ્થાપના, ૧૯૯૫થી ૧૯૯૯માં રાજકોટના વિવિધ વિસ્તારો રણછોડનગર, યુનિવર્સિટી રોડ, શાસ્ત્રીનગર, ગાંધીગ્રામ, ગાયકવાડી, રાજનગર વગેરેમાં સેવા સંકુલોની શરૂઆત, ૨૦૦૦માં સંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા ઘોષિત શાંતિની સંસ્કૃતિ વર્ષ પ્રોજેકટ અંતર્ગત શાંતિ તેમજ સદભાવના ફેલાવવામાં ગુજરાતને પ્રથમ સ્થાન અને ગુજરાતમાં રાજકોટને બીજુ સ્થાન પ્રાપ્ત થયા બદલ ભારતીદીદીને એવોર્ડ અર્પણ. ૨૦૦૧માં મહિલા સશકિતકરણ અર્થે પોરબંદરથી દિલ્હી આયોજીત અખિલ ભારતીય મહિલા અભિયાનનું રાજકોટમાં આગમન, હેમુગઢવીમાં ભવ્ય કાર્યક્રમ, ૨૦૦૩માં બ્રહ્માકુમારીઝ રાજકોટ-સબઝોન કાર્યાલય જયોતિદર્શનનું મુખ્ય પ્રશાસિકા દાદી જાનકીજી તથા વર્તમાન કર્ણાટક ગવર્નર વજુભાઈ વાળાના હસ્તે ભવ્ય ઉદઘાટન, ૨૦૦૪માં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા અર્થે ચૌધરી હાઈસ્કુલ મેદાનમાં ભવ્ય શિવ અવતરણ મહોત્સવ જર્મનીથી બ્રહ્માકુમારી સુદેશબેનનું આગમન.

૨૦૦૯માં ચૌધરી હાઈસ્કુલ મેદાન-રેસકોર્સ રીંગ રોડમાં રાષ્ટ્રીય એકતા યુવા સદભાવના દોડનું આયોજન તથા પરમાત્મા શકિત અને વરદાનોની પ્રાપ્તિ વૈશ્ર્વિક ઉત્સવનું રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજન, ૨૦૧૨માં બ્રહ્માકુમારીઝ સંસ્થાના ૭૫ વર્ષ તથા ભારતીદીદીની સેવાના ૬૦ વર્ષ અંતર્ગત રાજકોટની વિવિધ ૭૫ સંસ્થાઓ દ્વારા ભારતીદીદીનું ભવ્ય સન્માન.

૨૦૧૪માં સુપ્રસિઘ્ધ બિઝનેસમેન તથા બ્રહ્માકુમારીઝ સાથે સંકળાયેલ-નિઝાર ઝુમા (કેન્યા) દ્વારા આયોજીત ફયુચર ઓફ પાવર કાર્યક્રમમાં ઈમ્પેરિયલ હોટલમાં તથા હેમુગઢવીમાં નામાંકિત લોકોની ઉપસ્થિતિ તેમજ ૨૦૧૯માં રાજકોટમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાના ૫૦ વર્ષના અંતર્ગત ભવ્ય ગોલ્ડન જયુબલી મહોત્સવની ઉજવણી, ૫૦ કલાક અખંડ તપસ્યાથી શરૂઆત, ઘરે-ઘરે પ્રતિ ગુરુવારે પુરાઈ છે.

વિવિધ થીમ સાથે રંગોળીઓ, સેલ્ફ પ્રોગ્રેસ માટે પ્રતિ સોમવારે મુખ તથા મનના મૌન પર સૌનું અટેન્શન, પુરા વર્ષ દરમિયાન સ્વ તથા સમાજ ઉત્થાનના ૫૦થી પણ વધારે પ્રોજેકટોનું આયોજન, ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૯-ગોલ્ડન જયુબલી તથા પાવનધામનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવશે. આ અવસરે બ્રહ્માકુમારીઝ પરિવારમાં અનેરો ઉત્સવ તથા શાનદાર તૈયારીઓ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.