Abtak Media Google News

ઘંટારવ ગરબો, ટીપ્પણી, મટુડી, ઘડુલીયો, ટીટોડો, શાસ્ત્રીય ગરબાથી દર્શકો ઝુમી ઉઠયા

સૌરાષ્ટ્ર-ગુજરાતની ખ્યાતનામ સંસ્થા સરગમ કલબ, સુરક્ષા સેતુ સોસાયટી, ગેલેકસી ગ્રુપ તેમજ હંસ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા હેમુગઢવી નાટયગૃહમાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા આઈસીસીઆર માન્ય આંતરરાષ્ટ્રીય કલા સંસ્થા નકંકણથ પ્રસ્તુક નકે ગરબો રે રમણે ચડયો રે લોલથ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કંકણની બહેનોએ ભાતીગળ પ્રાચીન રાસ-ગરબાની પ્રસ્તુતી કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કંકણ પ્રસ્તુત નકે ગરબો રે રમણે ચડયો રે લોલથ કાર્યક્રમનું દિપ પ્રાગટય સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના હસ્તે કરાયું હતું.

આ વેળાએ હંસદેવજી સાગઠિયા અને અલ્પનાબેન ત્રિવેદી જોડાયા હતા. તેમજ કાર્યક્રમ પૂર્વે આરતીમાં પૂર્વ સહાયક નિયામક, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના મનોજભાઈ શુકલ, લોકગાયક હેમંત ચૌહાણ, મેયર બીનાબેન આચાર્ય, ગુણવંતભાઈ ડેલાવાળા, અલ્પાબેન ત્રિવેદી, સુનીલભાઈ શાહ, ભરતભાઈ યાજ્ઞિક વગેરેએ માતાજીની આરતી કરી હતી.

કંકણના રસપ્રચુર કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અલ્પનાબેન ત્રિવેદી પૂર્વીબેન, અનુજાબેન શાહ, ચાર્મીબેન શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને જાણીતા કેળવણીકાર હંસદેવજી સાગઠીયા, સદભાવના હોસ્પિટલના સ્થાપક ડો.ઘનશ્યામ જાગાણી, કેળવણીકાર કિરણભાઈ પટેલનું માર્ગદર્શન મળ્યું હતું. તેમજ ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા ઉપસ્થિત રહ્યા હતા. કંકણ દ્વારા પ્રાચીન-અર્વાચીન રાસ સાથે વિશ્ર્વ વિખ્યાત ઘંટારવ, ગરબો, કરતાલ ગરબો, માંડવડી ગરબો, દીવા ગરબો, રાસ-રાસડા, પ્રયોગાત્મક શાસ્ત્રીય ગરબો, ગરબી, રામ સાગર, તેરાતાલી, મંજીરા, વિંજણો, બેઠા, ચીરમી, દિવાજામ, જવેરા, માનો ઘોડો, ટીપ્પણી, ‚માલ, મટુડી, ઘુડલિયો, દાંડિયા, સોળંગો, નવદુર્ગા, નવભાત, હુડો હમચી, ટીટોડો, ગુજરાતના લોકનૃત્યો જેવી વૈવિઘ્યસભર કૃતિઓ રજુ થઈ હતી.

કંકણના કલાકારો ટવીંકલ જાગાણી, ઉર્વી ભાગ્યોદય, વેશા કિકાણી, ઝલક પંડયા, શુભશ્રી આચાર્ય, સ્તુતિ પંડયા, શિવાંગી પટેલ, નીકિતા મહેતો, હિરલ લોટિયા, ઈશા દવે, જુહી ભોજાણી, રિઘ્ધી ભોજાણી, મિમાસા ‚પારેલિયા, મિરવા સગપરીયા, વર્ષા ટહેલયાણી, એકતા પાણખાણિયા, રાધિકા બથવાર, યશ્વી શાહ, રિયા આડેસરા, જીનલ ચંદારાણા, પુજા જાડેજા, જહાન્વી ભટ્ટ, દ્રષ્ટિ ત્રિવેદી, ખયાણી કિકાણી, હિરલ જોબનપુત્રા, ધ્રુવી કોટક, શ્રેયા બારોટ, પ્રિશા વસાવડા, કાવ્યા જાની, પલક મહેતા, મનાલી પોપટ, નિધિ ગોસ્વામી, મેઘા રાયચુરા, જેની ભટ્ટ, જિયા કકકડ સહિત અન્યોને વૈવિઘ્યપૂર્ણ કલાકૃતિઓ રજુ કરીને પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા.

પારંપારિક પ્રાચીન-અર્વાચીન રાસ-ગરબા નકે ગરબો ચડયો રે લોલથ કાર્યક્રમનું નૃત્ય નિર્દેશન સોનલબેન હંસદેવજી સાગઠિયાએ કર્યું હતું તથા સહનૃત્ય નિર્દેશનમાં ઝલક પંડયા તથા ઉર્વી ભાગ્યોદય, કાર્યક્રમનું સંકલન-કલ્પન ટવીંકલ જાગાણીનું હતું. કાર્યક્રમનું સંચાલન હળવી અને મધુર શૈલીમાં સંજય સાગઠિયાએ કર્યું હતું. કંકણના કેતન મહેતા, નિલેશ ભોજાણી તથા સંજય સાગઠિયાએ વ્યવસ્થા સંભાળી હતી. આ કાર્યક્રમમાં પોલીસ સુરક્ષા સેતુ, ગેલેકસી ગ્રુપ, સરગમ કલબ, જોહર કાર્ડસનો સહયોગ મળ્યો હતો. શાસ્ત્રીય નૃત્ય જીજ્ઞેશ સુરાણી તથા ટીમે રજુ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.