Abtak Media Google News

મુખ્યમંત્રીના હસ્તે ૨૫મીએ કરાશે પ્રોજેકટનું ખાતમુહૂર્ત

શહેરના વોર્ડ નં.૮માં લક્ષ્મીનગરના નાલા પાસે મહાપાલિકા દ્વારા રૂા.૨૫ કરોડના ખર્ચે અંન્ડરબ્રિજ બનાવવામાં આવનાર છે. આ કામનું ખાતમુહૂર્ત આગામી ૨૫મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે. નાલાની જગ્યાએ બે નવા બોકસ ટાઈપ ફોરલેન અંન્ડરબ્રિજ બનાવવામાં આવશે. જેમાં એક બોકસની અંદાજીત સાઈઝ ૫૦ મીટરની લંબાઈની રહેશે જ્યારે પહોળાઈ ૭.૩૫ મીટર રહેશે અને ઉંચાઈ ૪.૫૦ મીટરની રહેશે. વરસાદી પાણીના નિકાલ માટે અને લાઈટીંગની પણ વ્યવસ કરવામાં આવશે.

મહાપાલિકા દ્વારા અંડરબ્રિજ બનાવવા માટે રેલવે વિભાગને રૂા.૨૪.૯૧ કરોડ રેલવે વિભાગમાં જમા કરાવી દેવામાં આવ્યા છે. આ બ્રિજના નિર્માણી નવા રાજકોટ વિસ્તારમાં વસવાટ કરતા પ્રજાજનોને અવર-જવરમાં ખુબજ સુગમતા રહેશે અને ટ્રાફિકની સમસ્યા પણ હલ ઈ જશે. મહાપાલિકા દ્વારા આ ઉપરાંત ૨૫મીના રોજ નાકરાવાડી સાઈટ પર ઘનકચરા નિકાલ માટે વેસ્ટ ઈનર્જી પ્લાન્ટ બનાવવામાં આવનાર છે. જેમાં પ્રતિ દિન ૫૦૦ ટન સુધી નવા ઘનકચરાનો નિકાલ કરવામાં આવશે અને હાલ જૂનો જે કચરો એકત્ર યો છે તેમાંથી ૧૦૦ ટન કચરાનો પ્રતિદિન નિકાલ કરવામાં આવશે. આ કામનો અંદાજીત ખર્ચ રૂા.૧૩૫ કરોડનો છે અને કામ શ્રી એબેલોન ક્લીન એનર્જી પ્રા.લી. અને કેપલ્સ સેગર્સના જોઈન્ટ વેન્ચરને આપવામાં આવ્યું છે. આ સાઈટની આજુબાજુની જગ્યામાં હવાનું, જમીનનું અને પાણીનું પ્રદુષણ અટકશે અને ઘન કચરાના નિકાલી વિજળી પણ ઉત્પન્ન શે અને સો સો જૂના કચરાનો પણ નિકાલ થશે.

રૂડાના ૨૪ ગામો માટે ૧૦૨.૭૮ કરોડનો પાણી પુરવઠા પ્રોજેકટ

દોઢ લાખ લોકોને થશે લાભ: મુખ્યમંત્રીના હસ્તે પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરાશે

ગુજરાત સરકાર દ્વારા આગામી ૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી રાજકોટ ખાતે કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા પણ નાગરિકોની સુખાકારીમાં વૃદ્ધિ કરવા માટે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરાયા છે અને આ પર્વ પર ૨૪(ચોવીસ) ગામ માટેની કુલ રૂ.૧૦૨૭૮.૦૦ લાખના ખર્ચે પાણી પુરવઠા યોજનાનું ૨૫મીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. . આ યોજનાનો આશરે ૧૫૦૦૦૦ લોકોને લાભ પ્રાપ્ત થનાર છે તેમ “રૂડા”ના ચેરમેન  ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

આ પ્રોજેક્ટની માહિતી આપતા તેમણે એમ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા સ્વર્ણીમ જંયતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂડાના ૨૪ ગામોમાં પાણી પુરવઠા યોજના હાથ ધરવામાં આવશે. યોજના બે ભાગમાં અમલી થશે. ફેઝ-૧ માં મોરબી હાઈવે, જામનગર હાઈવે અને અમદાવાદ હાઈવેના ૨૦ ગામોમાં (માધાપર, મનહરપર, રોણકી, ઘંટેશ્વર, ન્યારા, પરાપીપળીયા, ખંઢેરી, નારણકા, બાઘી, બેડી, ગવરીદડ, રતનપર, વિજયનગર, હડમતીયા, રાજગઢ, ધમલપર, નાકરાવાડી, સોખડા, માલીયાસણ અને આણંદપર) પાણી પુરૂ પાડવામાં આવશે. ફેઝ-૨ માં કાલાવડ રોડ પરના ૪ ગામોમાં (મોટામવા, મુંજકા, હરીપર (પાળ) અને વિરડા વાજડી) પાણી પુરૂ પાડવામાં આવશે. આમ, ૨૪(ચોવીસ) ગામ માટે કુલ રૂ.૧૦૨૭૮.૦૦ લાખના ખર્ચે પાણી પુરવઠા યોજનાનું કામ હાથ ધરવામાં આવશે. આ યોજનાનો આશરે ૧૫૦૦૦૦ લોકોને લાભ પ્રાપ્ત થનાર છે. ગવરીદડ ખાતે ૨૫ એમએલડી ક્ષમતાનું વોટર ટીટમેન્ટ પ્લાન્ટ બાંધવામાં આવશે. જ્યાંથી મોરબી હાઈવે, જામનગર હાઈવે અને અમદાવાદ હાઈવેના ૨૦ ગામોને પીવાલાયક પાણી પરૂ પાડવામાં આવશે. તેમજ રાજકોટ મહાનગરપાલિકા પાસેથી રૂડાના ૪(ચાર) ગામોને દૈનિક ૭ખક પીવાલાયક પાણી મેળવી પુરૂ પાડવામાં આવશે. બેડી, મોટામવા, માલીયાસણ ખાતે પમ્પીંગ સ્ટેશનનું બાંધકામ કરવામાં આવશે.

ભવિષ્યનાં ૩૦ વર્ષની વસ્તિને ધ્યાને રાખી આ યોજના તૈયાર કરવામાં આવેલ છે. સદર યોજનાથી રૂડાના ૨૪ ગામોના આશરે ૧૫૦૦૦૦ લોકોને પીવાલાયક પાણી પુરૂ પાડવા માટે માળખાકીય સુવિધા ઉભી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.