કોરોનામાં “નકલી માસ્ક”ની બોલબાલા !

78

આરોગ્ય બાબતે – ખોરાક બાબતે કે નાની-મોટી કસરત કે વોકીંગ જેવી વિવિધ બાબતોમાં જાગૃતિ જોવા મળી રહી છે. હાલમાં કોરોના મહામારીનાં પગલે સાવચેતીનાં પગલારૂપે લોકો માસ્કનો સવિશેષ ઉપયોગ કરીને પોતાની જાતને બચાવી રહ્યા છે ત્યારે શું છે માસ્કનો ઉપયોગ તેને પહેરવાની રીત તથા તેના નિકાલ માટેની જાણકારી સૌએ મેળવવી જરૂરી છે. પ્રવર્તમાન સંજોગોમાં કોરોનાના ડરથી માસ્કનો આડેધડ ઉપયોગ લોકો કરી રહ્યા છે જે જોખમી છે. માસ્ક હાલ બજારમાં વિવિધ પ્રકારનાં મળી રહ્યા છે. કેટલાક તો કાપડનાં માસ્ક પહેરીને નીકળી પડે છે. ખરેખર તો આવા માસ્ક વાઈરસ નહીં પણ માત્ર ધુળને મોઢા-નાકમાં જતી અટકાવે છે. આડેધડ માસ્કનો ઉપયોગથી તંદુરસ્ત માણસને પણ ચેપ લાગવાની શકયતા વધી જાય છે. આનો યોગ્ય ઉપયોગ ન કરવાથી નુકસાન વધુ થતુ જોવા મળે છે.

આજકાલ બજારમાં નીત નવા કિંમત કરતા વધુ ભાવો લેતા માસ્ક જોવા મળે છે. લોકો એમ જ સમજે છે કે આ માસ્ક પહેરવાથી આપણને કોરોનાનો ચેપ નહીં લાગે. ખરેખર તો કોરોનાની ગાઈડ લાઈન મુજબ જણાવેલ છે કે તંદુરસ્ત માણસે કે કોરોનાના લક્ષણો ન હોય તેને માસ્ક પહેરવાની જરૂર જ નથી. કેટલાક તો એક જ માસ્કનો ઉપયોગ વારંવાર કર્યા જ કરે છે જે જોખમી છે. ત્રણ લેપરવાળુ માસ્ક ફકત ૮ કલાક ચાલે છે. એન-૯૫ માસ્કની વેલીડીટી ૨૪ કલાકની હોય છે. પછી તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ જરૂરી છે. હાલ બજારમાં આવા માસ્કની સાથે હલકી ગુણવતાવાળા માસ્ક પણ પુષ્કળ નીકળી પડયા છે અને વેચાઈ પણ છે. તેને પહેરવાની પણ ચોકકસ રીત છે જે મુજબ ન પહેરો તો નુકસાન થઈ શકે છે. સર્જિકલ માસ્કનો ઉપયોગ મેડિકલ ક્ષેત્રે સંકળાયેલા કર્મચારી પહેરી શકે છે જેની સમય મર્યાદા એક દિવસની હોય છે. માસ્કનો વૈજ્ઞાનિકઢબે નિકાલ કરવામાં પણ સાવચેતી રાખવી જરૂરી છે. કેટલાક તો રોડ પર કે કચરા પેટીમાં નાખી દે છે જેને કારણે બીજાને ચેપ લાગવાની શકયતા વધી જાય છે. બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ખુબ જ જરૂરી છે. કચરા નિકાલની પણ અલગ-અલગ રંગની ડસ્ટબીન હોય છે જેનો બરાબર ઉપયોગ કરવો જરૂરી છે. વૈજ્ઞાનિકઢબે માસ્ક નિકાલમાં સોડિયમ હાઈયોકલોરાઈડનાં દ્રાવણમાં કે ગરમ પાણીમાં ધોઈને સળગાવી કે દાટી દેવું જરૂરી છે. એ પ્રોપર નિકાલ ન કરાય તો બીજાને ચેપ લાગવાની શકયતા વધે છે.

કોઈપણ બિમાર વ્યકિતને દવાખાને મળવા જાવ કે તમે સંભાળ લેતા હોય તો અવશ્ય માસ્ક પહેરવું જરૂરી છે. જોકે ત્રણ પળવાળા માસ્ક પહેરવાની રીતમાં ખાસ કાળજી લેવી જરૂરી છે. માસ્ક કાઢતી વખતે પણ નીચેની દોરી પ્રથમને બાદમાં ઉપરની છોડવી કાઢતી વખતે બહારનાં દુષિત ભાગને ટચ ન કરવું. નાક-મોં કે ગળાનાં ભાગો ફીટ થાય તે રીતે ખુલ્લી જગ્યા ન રહે તેમ પહેરવું જોઈએ. નાકનાં ઉપરનાં ભાગે તેની સ્ટ્રીપ આવે તે રીતે અને માસ્ક ભીનું થતું જોવા મળે તો તરત જ તેને બદલી નાખવું હિતાવહ છે.

એક વખત ખાસ ધ્યાન રાખવું કે બજારમાં મળતાં ડિસ્પોઝેબલ માસ્કનો ઉપયોગ બીજીવાર કયારેય ન કરવો. કેટલાક તો માસ્કને ધોઈને પાછા પહેરીને નીકળી પડે છે માટે જ કોરોનાના ડરથી આડેધડ માસ્કનો ઉપયોગ જોખમી હોય છે. સ્વસ્થ માનવી પણ એક જ માસ્ક વારંવાર પહેરે તો ચેપ લાગવાની શકયતા ખુબ જ વધી જાય છે. ઉધરસ કે છીંક, શરદી-ફલુ જેવી બિમારી હોય તેને તો ખાસ માસ્ક પહેરવું જેથી તેનો ચેપ બીજાને નો લગાડે. અત્યારની સ્થિતિમાં સોએ તકેદારી રાખવી જરૂરી છે.

સાવચેતી એજ સલામતી, ઘરમાં રહો…સુરક્ષિત રહો…

Loading...