આ રીતે બોટલના ઢાંક્ણા બનશે તમારા ઘરને સજાવવા માટે અનુરૂપ

837

અનેક વાર જ્યારે આપણે ઘર સાફ કરતાં હોયે છીએ. ત્યારે ઘણી નકામી વસ્તુ આપણે ઘરની બહાર ફેકતા હોય છે. ત્યારે આજના યુગના ઘરનાં દરેક સદસ્ય તે ઠંડા પીણાંની ખૂબ શૌખીન હોય છે. તો જ્યારે ઘરે આવી અનેક બોટલો ભેગી થતી  હોય ત્યારે તેના ઢાંક્ણા અવશ્ય ભેગા થતાં હોય છે. તો આજે તેમાંથી બનાવો કઈક અવનવું અને કરો તમારા રૂમ કે ઘરની સજાવટ એકદમ સસ્તી અને સરળ રીતથી.

જો આવી ઢાંક્ણામાથી કઈક નવું બનાવું હોય તો આ રીત અપનાવો અને તેનાથી બની શકે છે કઈક નવું.સૌ પ્રથમ  દરેક જૂની બોટલોમાથી તેના ઢાંક્ણા કાઢો અને તેને એકત્રિત કરો. ત્યાર બાદ તેને લાગવા માટે ગ્લુ તેમજ કાર્ડ બોર્ડ  લઈ અવો, તેમાં જો તમારે કઈક નવું કરવું હોય તો તે ઢાંક્ણાને જૂના કાગળ તેમજ ચમકીલા કાગળ લગાવી તેને સજાવી દો.આ ત્યાર થયા બાદ તેને થોડી વાર સુકાવા મૂકો અને આ કામ થતું હોય ત્યાં સુધી પેન્સિલ થકી આ કાર્ડ બોર્ડ પર સુંદર મનગમતું સરળ ચિત્ર દોરી લ્યો જે તમારા થીમ કે રૂમને સૂટ થતું હોય એ પ્રમાણે બનાવો . આ થયા બધા દરેક ઢાંક્ણાને એકત્રિત કરી તેને ચિત્ર અનુસાર કાપી લગાવી દો. આ તૈયાર થાય બાદ તેને ૨૦-30 મિનિટ માટે સુકાવા દો અને ત્યારબાદ તેને તમારા રૂમમાં કે જે જગ્યા એ લાગવું હોય ત્યાં તેને અનુરૂપ લગાવી દો. આ રીતે તૈયાર કરો જૂની બોટલ અને તેના ઢાંક્ણા માથી કરો કઈક નવું.

તો આ રીતે બનાવો કઈક નવું અને કરો તમારા નવરાશના સમયને સદઉપયોગ અને અવશ્ય બાળકોને પણ આવી રીતે શિખડવો આર્ટ આથી થશે તેને પણ આર્ટમાં રસ જેથી  તમારા રૂમ અને ઘરને સજાવો કઈક ખાસ રીતે.

Loading...