બોત્સવાનામાં ટેનિસ બોલ જેવડો વિશ્વનો બીજો સૌથી મોંઘો હીરો મળ્યો

831

અત્યાર સુધીનો સૌથી મોટો હીરો ૩૧૦૬ કેરેટનો કલિનન છે: આ હીરો પણ દક્ષિણ આફ્રિકામાંથી મળ્યો હતો

વિશ્વનો બીજો સૌથી મોંઘો હીરો દક્ષિણ આફ્રિકાના બોત્સવાના દેશમાં મળ્યો છે. આ હીરો ૧૭૫૮ કેરેટનો છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, આ હીરાનું કદ ટેનિસ બોલ જેટલું છે. કેનેડાની કંપની લુકારા ડાયમંડ કોર્પોરેશને જણાવ્યું કે, ૩૫૨ ગ્રામનો આ હીરો બોત્સવાનામાં તેના કૈરોવી પ્રોજેક્ટમાં મળ્યો છે. રત્નોના વિશેષજ્ઞ રોબ બેટ્સનું કહેવું છે કે માત્ર સાઇઝ નહીં, રંગ અને કદ પણ તેટલા જ મહત્વના હોય છે, જે આ હીરામાં નથી. આ અગાઉ વિશ્વનો બીજો સૌથી મોટો હીરો ૧૧૦૯ કેરેટનો લેસ્ડી લા રોના હતો, જે ૨૦૧૫માં લુકારાના કૈરોવી પ્રોજેક્ટમાંથી જ મળ્યો હતો.

જોકે, અત્યાર સુધીનો સૌથી મોટો હીરો ૩૧૦૬ કેરેટનો કલિનન છે, જે ૧૯૦૫માં દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાંથી મળ્યો હતો. તેના ઘણા ટુકડા કરવામાં આવ્યા હતા.

Loading...