પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવા બોટાદના આમ આદમી પાર્ટીની માંગ

કાર્યકરો દ્વારા કલેકટરને રજૂઆત

હાલ કોરોના મહામારી વચ્ચે જનતા ત્રાહીમામ પોકારી ગઇ ત્યારે રાજય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા અવનવા અને સતત રર દિવસ સુધી પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો કરીને ગરીબ મઘ્યમ વર્ગના લોકો ઉપર પડયા ઉપર પાટુ જેવી સ્થિતિ સર્જાણી છે. મજુર વર્ગ સહિતના લોકો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા બોટાદ જિલ્લા કલેકટરને તાત્કાલીક ધોરણે ભાવ વધારો પાછો ખેંચવા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. હાલની પરિસ્થિતિને ઘ્યાને લઇ ભારતભરની જનતાને ભાવ વધારામાંથી મુકિત આપવા રજુઆત કરવામાં આવી હતી.

Loading...