Abtak Media Google News

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 6 જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 1.3 ઇંચ વરસાદ બોટાદ જિલ્લામાં નોંધાયો હતો. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓ વરસાદ સામાન્ય વરસાદ પડ્યો હતો. બપોરે પડતી ગરમીને પગલે ઉકળાટ વધી રહ્યો છે જેના કારણે રાજ્યની પ્રજા પરેશાન છે.

વરસાદી માહોલ છતાં વાદળાઓ વરસતા નથી અને અમી છાંટણા કરીને અન્ય જિલ્લામાં વરસાદ વરસતો નથી તેના કારણે સતત ઉકળાટમાં વધારો થતાં લોકો પરેશાન થઈ રહ્યા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 6 જિલ્લામાં સૌથી વધુ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બોટાદ જિલ્લામાં સૌથી વધુ 35 મિમિ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ સુરેન્દ્રનગરના લીંમડીમાં 32 મિમિ અને ચૂડામાં 28 મિમિ વરસાદ પડ્યો હતો. જ્યારે અમરેલીના લીલીયામાં 22 મિમિ, ભરૂચના હાંસોટમાં 19 મી.મી અમદાવાદના સાંણદમાં 13 મિમિ વરસાદ નોંધાયો હતો. રાજ્યના બાકીના અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. જેમ કે, ડાંગમાં 4 મિમિ, વલસાડમાં 3 મિમિ, ગાંધીનગરમાં 2 મિમિ, તાપીમાં 2 મિમિ અને ભાવનગરમાં 1 મિમિ જેટલો વરસાદ પડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.