Abtak Media Google News

બાઈક અને દારૂ મળી રૂા.૮૫,૬૦૦નો મુદ્દામાલ કબ્જે

માંડવી તાલુકાના ત્રગડી ગામેથી રૂા.૮૫,૬૦૦ની કિંમતની ૨૧૬ બોટલ દારૂ સાથે પોલીસે બુટલેગરની ધરપકડ કરી છે. માંડવી પોલીસ સ્ટેશનના પી.આઇ બી.એમ.ચૌધરી,પીએસઆઇ એમ.કે.ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીગ દરમ્યાન બાતમીના આધારે રેડ કરતાં ત્રગડી ગામનો રામદેવસિહ ઉર્ફે રોહીત જાડેજાને ઇંગલિશ દારૂ એપીસોડ ગોલ્ડ વ્હીસ્કી બોટલ નંગ ૨૧૬ની કિંમત ૭૫૬૦૦, સ્પલેન્ડર પ્રો. મોટર સાયકલની કિંમત ૧૦,૦૦૦ મળી કિંમત ૮૫,૬૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.માંડવી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુધ્ધ પ્રોહિબિશન એકટ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે.

પીએસઆઇ એમ.કે.ચૌધરી, એ.એસ.આઇ દિનેશભાઇ મનુભાઇ ભટ્ટી, વાલાભાઇ દાનાભાઇ ગોયેલ, ચેતનભાઈ લાલજીભાઈ રબારી, દિલીપસિંહ ભરતસિંહ સિંધવ, મુળરાજ કરમશીભાઈ ગઢવી, નિલેશભાઇ પ્રેમજીભાઇ ચૌધરી, ઉદીતભાઇ સુરેશભાઇ રાજગોર સહિતના સ્ટાફે વિદેશી દારૂ કયાંથી લાવ્યો તે અંગે પુછપરછ માટે રામદેવસિંહ જાડેજાને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.