Abtak Media Google News

અહીં શરીરનાં રોગો દુર કરવા પર પણ પુરતુ ધ્યાન આપવામાં આવે છે

તંદુરસ્ત જીવન જીવવા માટે મનની સાથો સાથ તનની તંદુરસ્તી પણ જરૂરી છે ત્યારે વર્તમાન સમયમાં લોકો શરીરને ફીટ બનાવવા માટે જીમ તરફ વળી રહ્યા છે પરંતુ જયાં શરીરની કાળજી સાથે મનની શાંતી અને રોગોને પણ દુર કરી શકાય તેવો વિકલ્પ મળી રાજકોટમાં એકમાત્ર એથ્લેટસીઝમ ફીટનેસ કલબ એટલે કે એએફસી જીમ મારફત લોકોને મળી રહે છે. છેલ્લા ૨૦ વર્ષથી બોડી બિલ્ડર સાથે સંકળાયેલા હાસિમ રાઠોડની ટ્રેનિંગમાં લોકોને ફકત શારીરિક જ નહીં પરંતુ મન અને શરીરનાં રોગો પણ દુર કરવા પર પુરતુ ધ્યાન આપવામાં આવે છે. એથ્લેટસીઝમ ફીટનેસ કલબમાં ગુજરાતમાં માત્ર બીજી વખત લેસમીલ્સ પ્રોગ્રામ દ્વારા લોકોને ટ્રેન કરવામાં આવે છે. જેની સાથે ફંકશન ટ્રેનિંગ અને ફ્રી સ્ટાઈલ પ્રોગ્રામ દ્વારા લોકોમાં પુરી સાર સંભાળ સાથે રેસકોર્સ ખાતે એક બુટ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં જીમ મેમ્બર અને નોન મેમ્બરોએ ભાગ લીધો હતો.

અબતક સાથેની વાતચીતમાં એથ્લેટસીઝમ ફીટનેસ કલબનાં માલિક હાસિમ રાઠોડે જણાવ્યું હતું કે, હું છેલ્લા ૨૦ વર્ષથી આ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. એથ્લેટસીઝમ ફીટનેસ કલબની દેશભરમાં વીસ બ્રાન્ચ આવેલી છે. જેમાં રાજકોટમાં પણ ત્રણ બ્રાન્ચનો સમાવેશ થાય છે. ભારતભરમાં ફીટનેસ વિશે ઉજાગર કરવા માટે અને ખાસ સૌરાષ્ટ્રભરમાં અને રાજકોટમાં લોકોને ફિટનેસ વિશે જાગૃત કરવાના અમારા પ્રયત્નો છે. આજના સમયમાં લોકો શરીરને મળતા ન્યુટ્રીશયન ફુડ પર ધ્યાન આપવાને બદલે ફાસ્ટફુડ પર લોકો વધારે ધ્યાન કેન્દ્રીત કરતા હોય છે. જે લોકોને એએફસી દ્વારા તેમની શરીરની જાળવણી માટે ખાવા-પીવાથી લઈ વર્કઆઉટ સુધીનું ઉંડુ જ્ઞાન પુરુ પાડવામાં આવે છે. હું સીએસએમ સર્ટીફાઈડ હોવાથી અમારા કલબમાં જે કાંઈ જાણકારી આપવામાં આવે તે તમામ વિજ્ઞાનલક્ષી જ હોય છે.

Vlcsnap 2019 10 14 08H26M02S115

કોઈપણ લોકોને પોતાનું શરીર સાચવવા માટે ફકત કસરત કે જીમ જ‚રી નથી હોતું. તેના માટે ડાયટ, ફ્રુટ અને લાઈફ સ્ટાઈલ પણ ડિપેન્ડ કરે છે ત્યારબાદ સૌથી છેલ્લે વર્કઆઉટ આવે છે. સુકોઈ શરીર બનાવવા માટે પ્રોપર લાઈફ સ્ટાઈલ હોવી પણ જ‚રી છે. એથ્લેટીસમ ફીટનેસ કલબ જેમાં એથ્લેટીસમ શબ્દનો અર્થ છે કે તમે તમારું તમામ વર્કઆઉટ એક છાપરા નીચે જ કરી શકો. જેમાં લેસમેસ પ્રોગ્રામ કે જે રાજયમાં ફકત બીજીવાર લોકો માટે લાવવામાં આવ્યો છે. જેમાં વર્કઆઉટનાં ઘણી બધી વેરાયટીસ મળી રહે છે. વેઈટ લોસમાં પણ ત્રણ પ્રકાર આવે છે જેમાં ફેટલોસ, મસ્લસ લોસ અને વોટર લોસનો સમાવેશ થાય છે જેમાં અમારી ટીપ્સ દ્વારા લોકોને જ‚ર પ્રમાણે તમામ વર્કઆઉટ કરાવવામાં આવે છે. ફકત કસરત કે જીમમાં વર્કઆઉટ કરવાથી શરીર ફીટ નથી સ્ટેન્ડ જેના માટે એએફસીનો એક મંત્ર છે ‘જો તમે તમારું શરીર જ મુવમેન્ટ ના કરી શકો, તો તમે અનફીટ છો. આજરોજ રેસકોર્સ ગ્રાઉન્ડમાં એએફસીના મેમ્બર અને નોનમેમ્બર વચ્ચે ફીટનેસ અવેરનેસ કેમ્પ રાખવામાં આવ્યો છે. આ બુટ કેમ્પમાં લોકોને કુદરતનાં ખોળે કસરત કરવાનો લ્હાવો મળે છે.

અબતક સાથેની વાતચીતમાં એથ્લેટીઝમ ફિટનેસ કલબનાં સભ્ય અલ્પેશભાઈ પલાણે જણાવ્યું હતું કે, આ કલબ અને હાસિમ રાઠોડ સાથે હું ત્રણ વર્ષથી જોડાયેલો છું. પહેલા મારું વજન ૧૩૮ કિલો હતું ત્યારે હું ખુબ હતાશ રહેતો હતો ત્યારે હાસિમ સરે ફકત વર્કઆઉટમાં જ નહીં, જીવનના ઘણા તબકકે મને પ્રેરણા આપી છે અને તેમની પ્રેરણા તેમની મહેનતથી અને મારા પ્રયાસોથી હું આજરોજ ૮૫ કિલો વજન ધરાવું છું અને હવે જે લાઈફ છે મારી તે તણાવ મુકત છે સાથે શરીરની બિમારીઓ પણ દુર કરવામાં હાસિમ સરે મને પ્રેરણા આપી છે. હું એક બિઝનેસમેન હોવાથી જીવનમાં મુસાફરીનું પ્રમાણ ખુબ વધી ગયું હોય જેના કારણે મને શરીર સાથ ન આપતું હતું. અહીંયા જોડાયા પછી હાસિમ સર અને ટ્રેઈનરે કારડીયો, કો-વર્કઆઉટ, વેઈટ લીફટીંગ જેવી ટ્રેનીંગથી આજરોજ હું વજન ઉતારવામાં અને જીવન જીવવામાં સફળતા મળી છે. બુટ કેમ્પનું આયોજન લોકોમાં ફિટનેસ વિશે જાગૃતતા લાવવા માટે છે અને હાસિમભાઈને વિનંતી કરું છું કે, એક માસમાં એક બુટકેમ્પનું આયોજન કરે.

3 2

અબતક સાથેની વાતચીતમાં એથ્લેટીઝમ ફિટનેસ કેમ્પનાં સભ્ય ભારતીબેન સરધારાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી એએફસી સાથે જોડાયેલી છું અને જીમ જોઈન્ટ કર્યા પછી મારી શરીરની તંદુરસ્તી પણ જળવાઈ રહે છે. ૭૫ કિલો વજન પરથી એએફસી જોઈન્ટ કર્યા બાદ ૫૮ કિલો સુધીનું વજન જો મેઈન્ટેઈન કર્યું છે અને ખુબ જ સારું લાગે છે કે ફલોરીંગ એકસસાઈઝ જેવી ટેકનિક કરાવે છે અને જીમના ટ્રેઈનર પર્સનલી ધ્યાન આપે છે અને બ્લડપ્રેશરની જે બિમારી હતી તે પણ દુર થઈ છે એટલે ફકત શરીર જ નહીં પરંતુ પ્રોપર એકસાઈઝ સાથે શરીરનાં રોગો પણ દુર કરવાની કોશિશ રહે છે. જીમ જોઈન્ટ કર્યા પછી ઘરકામમાં પણ મને સ્ફુર્તી રહે છે. હર એક મહિલાને ઘર કામમાંથી એક કલાક જેટલો સમય પોતાને ફાળવો જ જોઈએ.

અબતક સાથેની વાતચીતમાં એથ્લેટીસમ ફીટનેસ કલબનાં ટ્રેનર નિખીલ શીંગાળાએ જણાવ્યું હતું કે, હું પહેલા જીમમાં હાઉસ કિપિંગની જોબ કરતો હતો પરંતુ વર્કઆઉટ પ્રત્યેનો મારો ઉત્સાહ જોઈ હાસિમ સર દ્વારા મને સપોર્ટ મળ્યો અને તેમને મને ટ્રેઈન આપી હતી. નોર્મલ કસરતથી મોડી હાલ તમામ પ્રકારની એકસસાઈઝ હાસિમ સર દ્વારા કરવામાં આવે છે. વજન વધાર્યા બાદ હવે હું બોડી બિલ્ડર પર મારુ ધ્યાન આપું છું અને તેના માટે હાસિમ સર દ્વારા મને ખુબ જ સહયોગ રહ્યો છે. બોડી બનાવવા માટે વર્કઆઉટની સાથે હાસિમ સર સાથે હું ડાએટ પણ ફોલોવ કરું છું.

અબતક સાથેની વાતચીતમાં એથ્લેટીસમ ફીટનેસ કલબનાં ટ્રેનર ઈમરાન ચૌહાણે જણાવ્યું હતું કે, એએફસી સાથો સાથ હું હાસિમ સર સાથે છેલ્લા ૧૫ વર્ષથી જોડાયેલો છું. શ‚આતમાં ફ્રિ એકરસાઈઝ બાદ બોડી બિલ્ડીંગની શ‚આત કરી. શ‚આતમાં મારું વજન ફકત ૫૪ કિલોગ્રામ જ હતું પરંતુ હાસિમ સર સાથે રહી તેમને અનુસરી કરી હાલ મારું વજન અને મસલસ પણ વધી ગયા છે. ડાઈટીંગમાં બે-બે કલાકનાં સમયગાળામાં તમારે મીલ લેવાનુ હોય છે. પ્રોટીન મળે એ પ્રકારનું ખોરાક લેવામાં આવે તો મસલસ રીકવર થઈ શકે છે. હાસિમ સર હર એક વાતમાં અભિપ્રાય આપે છે સાથે કોઈ પણ જ‚રીયાતમાં સાથે ને સાથે જ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.