Abtak Media Google News

ક્રુઝ ટુરિઝમ પાંચ વર્ષ માટે જીએસટી કરમાંથી મુકત રહેશે

ક્રુઝ ટુરિઝમ વર્તમાન સમયની લકઝરીયસ જરૂરીયાત બની રહ્યું છે. ત્યારે ક્રુઝ ટુરિઝમને બુસ્ટર ડોઝ આપવા જીએસટીમાંથી રાહતો અપાશે. ટુરિઝમ મીનીસ્ટ્રીએ ક્રુઝ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને પાંચ વર્ષ સુધી ગુડસ એન્ડ સર્વિસ ટેકસમાંથીસ બાકાત રાખ્યું છે.

ભારતની આંતરરાષ્ટ્રી સરહદોને બંદરોનો લાભ મળે છે. તો ગોવા, કેરલ અને સૌરાષ્ટ્રમાં પણ દરિયા કિનારાઓ છે. જો ક્રુઝ ટુરિઝમ તમામ સ્થળોએ ડેવલોપ કરવામાં આવે તો લકઝરીયસ ક્રુઝની સેવા લોકોભ્યોગી બનશે. ટુરિઝમ મંત્રાલય કે.જે. આફિોન્સે નીચ ટુરિઝમ પ્રોડકટને ડેવલોપ કરવા નાણામંત્રીને જીએસટીની રાહત આપવાની અરજી કરી હતી.

ક્રુઝ ઇન્ડસ્ટ્રીના પ્રોમોશન માટે નીતીન ગડકરીના બંદરો, શીણીંગ અને લોજીસ્ટ્રીક મંત્રાલય તેમજ સુવિધાઓને ઉપયોગમાં લેવાશે. હાલ ક્રુઝ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી પર ૧૮ ટકા ગુડસ એન્ડ સર્વિસ ટેકસ લાગુ કરવામાં આવ્યો છે.

ત્યારે વિભાગની લાંબા સમયથી માંગ હતી યુરિઝમ મંત્રાલયે સરકારને આંતરરાષ્ટ્રીય ક્રુઝમાં લીકવરના વેચાણની પણ વાત કરી હતી. જે આંતરરાષ્ટ્રીય ક્રુઝ ભારતમાં પ્રવેશે છે. તેમાં લિકવર એપ્લીકેબલ પર કસ્ટમ ડયુટી લગાવવામાં આવે છે.

કે જે આલ્ફોન્સે કહ્યું હતું કે વૈશ્વીકસ્તરે સહેલાણીઓ ક્રુઝ ટુરીઝમમાં ખુબ જ ખર્ચા કરે છે. એમ ભારતીઓ પણ લકઝરીયસ ક્રુઝની મુસાફરી માટે રોકાણ કરી શકે છે. તેમ આ ક્રુઝ ઇન્ડસ્ટ્રીને બુસ્ટર ડોઝ  મળશે માટે અમે સરકારને જીએસટીમાંથી પાંચ વર્ષ માટે રાહત આપવાની રજુઆત કરી હતી. જેને મંજુરી આપવામાં આવી છે.

તો બંદરોના વિકાસ માટે સરકાર સી પ્લેનને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે. ત્યારે ક્રુઝ ટુરિઝમને પણ સફળતા મળે તેવી આશા છે. જો ગોવા, કેરળ, મુંબઇ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી ક્રુઝ શરુ થાય તો સુવિધા વધવાની સાથે ટુરીઝમ વિભાગનો પણ વિકાસ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.