Abtak Media Google News

દેશમાં કોરોના મહામારીને રોકવા લદાયેલા લોકડાઉનના પગલે બંધ કરાયેલી વિમાન સેવા આગામી સોમવારથી શરૂ થવા જઈ રહી છે. અને આ માટેનું બૂકીંગ ગુરૂવારથી શરૂ થઈ ગયું છે.

જોકે ૨૨ માર્ચથી બંધ કરાયેલી વિદેશની વિમાની સેવા હજુ પણ બંધ રહેશે એરપોર્ટ ખાતે વિમાનમાં જનારાને સ્પર્શ વિનાની સેવા આપશે. ઉડ્ડયન મંત્રી હરદીપસિંહે જણાવ્યું હતુકે દેશમાં સોમવારથી વિમાન સેવા તબકકાવાર ચાલુ કરવામાં આવી રહી છે. અને મુસાફરોની અવર જવર અંગેના આદેશો ઉડ્ડયન મંત્રાલયે અલગથી જાહેર કર્યા છે.

વિમાનમાં મુસાફરી કરવા છતા મુસાફરોપાસેથી વધારે ભાડુ ન લેવાય તે માટે અલગ અલગ રૂટ પર આવવા કે જવા માટેના ભાડા મર્યાદા નકકી કરવામાં આવશે. વિમાની કંપનીઓ છેલ્લા બે માસથી વિમાન સંચાલનના અભાવે આર્થિક મુશ્કેલીમાં મૂકાઈ હોવાથી ઓછામાં ઓછા ભાડા પણ નકકી કરવામાં આવશે. વિમાનમાં બે બેઠક વચ્ચેની બેઠક ખાલી રાખવામાં આવશે. દેશમાં સપ્તાહમાં ૨૪૪૦૯ વિમાની ઉડ્ડયન થાય છે. પણ અત્યારે ત્રીજા ભાગની વિમાની સેવા શરૂ થશે જોકે ગૂરૂવારે વિમાન ઉડ્ડયન કાર્યક્રમ અંગેની જાહેરાત થશે. વિમાનમાં જવા ઈચ્છતા મુસાફરોએ બે કલાક અગાઉ વિમાની મથકે પહોચવું પડશે અને દરેક તબકકે સલામત અંતર જાળવવું પડશે મુસાફરે સમગ્ર મુસાફરી દરમિયાન માસ્ક પણ પહેરવું ફરજીયાત છે. મુસાફરો મુસાફરી દરમિયાન અવાર નવાર હાથ સેનીટાઈઝ કરી શકે તેમાટે ૩૫૦ એમએલ હેન્ડ સેનેટાઈઝર સાથે લઈ જઈ શકશે મુસાફરોએ આરોગ્ય હેતુ એપ ડાઉન લોડ કરવાની રહેશે અને તેમાં મળેલા ગ્રીન સીગ્નલ બાદ જ મુસાફરી કરી શકશેતેમ ઉડ્ડયન સતાવાળાલઓએ જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.