Abtak Media Google News

ગુજરાતનાં પ્રસિધ્ધ લેખિકા કાલિન્દી પરીખ સહિતના સાહિત્ય સર્જકો હાજર રહ્યા

અમરેલી જિલ્લા સ્વયંસંચાલિત નાટ્યલેખન પરિવાર આયોજિત અમરેલી જિલ્લાના ૫૦ જેટલા લેખો આ સેમિનારમાં સુપ્રસિદ્ધ લેખક અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા સુધીર મહેતા લિખિત ગોંદરે વારતા ગોઠડી નામના પુસ્તકનું વિમોચન માનવ મંદિર ના પૂજ્ય ભક્તિ બાપુના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે ગુજરાતના સુપ્રસિદ્ધ લેખિકા કાલિન્દી પરીખ ગોરધનભાઈ ભેસાણીયા અને નાનાલાલ ત્રિવેદી સહિતના સાહિત્યસર્જકો હાજર રહ્યા હતા ખાસ કરીને આ પુસ્તક આ સમાજના બાળકો અને પરિવાર સાથે કેમ રહેવું તેની વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં આવેલ તમામ સાહિત્યસર્જકો માનવ પરિવાર તરફથી સાલ અને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માનૂમંદીર પરિવારના ચંદ્રેશભાઇ રવાણી, પરાગ ભાઈ ત્રિવેદી, અશ્વિનભાઈ સાગર ,અશ્વિનભાઈ ઉપાધ્યાય, જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, સહિતના મહેમાનોએ ખાસ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં સ્કૂલના પ્રિન્સિપાલ વર્ષાબેન ખખ્ખરે એ પુસ્તક પરિચય આપ્યો હતો અને લેખો પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા આ કાર્યક્રમનું સંચાલન વાસુદેવે કર્યું હતું જ્યારે આભાર વિધિ અનંત મહેતા એ કરી હતી આ કાર્યક્રમમાં સાવરકુંડલા મહિલા અધ્યાપન ના પ્રિન્સિપાલ અને તમામ પીટીસી કરતી બહેનોએ આ કાર્યક્રમ માણ્યો હતો માનવ મંદિર માં સારવાર લઈ રહેલી પચાસ જેટલી મનોરોગી બહેનો સાથે વાતચીત કરી જાણકારી મેળવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.