Abtak Media Google News

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિતે રાજકોટના ગાંધી મ્યુઝિયમ ખાતે તા. ૧૮ ઓક્ટોબર સુધી પુસ્તક સહ પ્રદર્શન વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા પ્રકાશિત થતા યોજના, કુરૂક્ષેત્ર, બાલભારતી, એમપ્લોયમેન્ટ ન્યુઝ, આજકલ, વગેરે તેમજ ગાંધિયન લીટરેચર, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સબકા સાથ  સબકા વિકાસ પ્રવચનોની હારમાળા, ઈતિહાસ અને સ્વતંત્રતા ચળવળ, આધુનિક ભારતના ઘડવૈયા, આર્ટ એન્ડ કલ્ચર, બાળકોનું સાહિત્ય, સાયન્સ એન્ડ ટેકનોલોજી વેગેરેને આવરી લેતા પુસ્તકો આ પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે. તેમ યોજનાના તંત્રી જે.એસ. પટેલે જણાવ્યું હતું.

સ્પર્ધાત્મક્ત પરીક્ષાની તૈયારી કરતા શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓ માટે યોજના માસિકતેમજ નોકરી વાંચ્છુઓ માટે રોજગાર સમાચાર, અને એમપ્લોયમેન્ટ ન્યુઝ સાપ્તાહિકનું લવાજમ પણ આ પુસ્તક પ્રદર્શનમાં  સ્વિકારવામાં આવે છે.

આ પુસ્તક પ્રદર્શનની કેન્દ્રીય કૃષી અને ખેડૂત કલ્યાણ મંત્રી પુરૂષત્તમભાઈ રૂપાલાએ મુલાકાત લઈ આવા અમૂલ્ય પુસ્તકોની સરાહના કરી હતી. આ પ્રદર્શનમાં ઉપ્લબ્ધ પુસ્તકોનું વેચાણ ૫ણ ચાલુ છે જેમાં ૧૦ ટકા થી લઈને ૯૦ ટકા સુધીનું માતબર વળતર આપવામાં આવે છે. રાજકોટની વાંચનપ્રિય જનતાને આ પુસ્તક પ્રદર્શનનો લાભ લેવા પટેલે અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.