Abtak Media Google News

પુત્ર અને પત્નીએ સ્વીકાર્યો એવોર્ડ ……

વિનોદ ખન્ના , બોલિવુડના એક સફળ કલાકાર, જેમનું મૃત્યુ ગયા વર્ષે 27 એપ્રિલના રોજ થયું હતું અને હિન્દી સિનેમામાં તેમાં યોગદાનને બિરદાવવા  તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનીત કરાય છે. જે તેમના મૃત્યુ પર્યંત આપવામાં આવતા તેમના પરિવારના સભ્યો તેમની પત્ની અને પુત્ર દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો.

Akshaye Khanna And Kavita Khanna Receive Dadasaheb Phalke Award For Late Vinod Khanna 2દિલ્લીમાં નેશનલ ફિલ્મ એવોર્ડ 2018માં અક્ષય ખન્ના અને કવિતા ખન્ના સ્વ. વિનોદ ખન્નાને મળવાપાત્ર એવોર્ડ  સ્વીકારવા ઉપસ્થિત રહ્યા તે સમયે પુત્ર અક્ષય ખન્ના ભાવુક થઇ ગયો હતો અને કહ્યું હતું કે આ પળ તેમના માટે મીઠી હોવાની સાથે કડવી પણ છે , કારણકે આ વેળાએ જો તેમના પિતા એ એ એવોર્ડ સ્વીકાર્યો હોત તો વધુ આનંદ થાત. તેઓ બધા તેમણે મિસ કરે છે. અને તેમણે ગર્વ છે તેમના પર.

Akshaye Khanna And Kavita Khanna Receive Dadasaheb Phalke Award For Late Vinod Khanna 1 1

વિનોદ ખન્નાએ તેમની કારકિર્દીની શરૂઆત સપોર્ટિંગ એકટરથી કરી હતી. પંજાબના ગુરદાસપુરથી તેઓ ભારતીય જાણતા પાર્ટીના MP તરિકે કાર્યરત હતા. એમને 141 ફિલ્મો 1968-2013 સુધીના સમય ગાળામાં  કરી છે. તેમણે અનેકો ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જેમાં મેરે અપને, મેરા ગાવ મેરા દેશ, ગદ્દાર, જેલ યાત્રા, ઈમતેહાન ,ઇનકાર, કચ્ચે ધાગે, અમર અકબર એન્થોની, કુરબાની, દયાવાન, કારનામાં, જુર્મનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમને હાથકી સફાઈ ફિલ્મના બેસ્ટ સપોર્ટિંગ એકટર તરીકે ફિલ્મકેર એવોર્ડથી પણ સન્માનીત કરાયા હતા.

Akshaye Khanna And Kavita Khanna Receive Dadasaheb Phalke Award For Late Vinod Khanna 3

જ્યારે સ્વ.વિનોદ ખન્નાને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો ત્યારે તેમના પૂત્ર રાહુલ ખન્ના એ પણ ઇન્સ્ટાગ્રામમાં પિતા પ્ર્ત્યેની લાગણી દર્શાવી પોતાના બાળપણના પિતા સાથેના ફોટો અપલોડ કર્યા હતા. અને સાથે લખ્યું હતું કે… ખરેખર અમારા માટે  આ એક લાગણીભારી અને ગર્વ લેવાની પળ છે જ્યારે મારા પિતાને ભારનો સૌથી પ્રેતિસ્થિત એવોર્ડ મળી રહ્યો છે. અને ભાઈ અક્ષય એના બદલે એ એવોર્ડ સ્વીકારી રહ્યા છે.  પિતા સાથેનો 1980માં તેની ફિલ્મ ના સેટ પર પાડેલો આ ફોટો મારા પસંગીના ફોટો માથી એક છે.

Fotojet 2(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.