બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને  મુંબઈની હોસ્પિટલમાં એડમીટ કરાયા

279

શહેનશાહને રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરાયા: સૂત્ર

સદીના મહાનાયક બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનને રૂટીન ચેકઅપ માટે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હોસ્પિટલના સુત્રોના જણાવ્યા પ્રમાણે બીગબી મંગળવારે રાત્રે નિયમિત તપાસ માટે હોસ્પિટલમાં દાખલ થયા છે. અને તેઓ હજી પણ ત્યાં જ છે. અગાઉ મળેલી માહિતી પ્રમાણે અમિતાભ લીવર સંબંધી સમસ્યાઓને કારણે હોસ્પિટલમાં દાખલ થયા છે. પરંતુ હજુ સુધી આ વાતનું સ્પષ્ટીકરણ થયું નથી.

મહત્વનું છે કે અમિતાભ બચ્ચનને ૧૧ ઓકટો. પોતાના પરિવાર અને નજીકના મિત્રો સાથે ૭૭મો જન્મદિવસ ઉજવ્યો છે. આ સાથે જ બીગબી હાલ કોન બનેગા કરોડપતિ હોસ્ટ કરી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર કેબીસી ૧૧નું છેલ્લા ત્રણ ચાર દિવસથી શુટીંગ ન હ તુ અને તેમના સ્ટાફને રજા મળી હતી આ રજાઓને કારણે તેઓ સેટ પર આવતા ન હતા અને તેથી જ તેમની ગેરહાજરીને એમ કહી દેવાયું કે તેઓ એડમીટ છે.ઉલ્લેખનીય છે કે કેબીસી બાદ તેઓ તુરત જ ‘ચહેરે’નું પેચઅપવર્ક પૂર્ણ કરશે. પછી રણબીર કપૂર તથા આલીયાભટ્ટની સાથે ‘બ્રહ્માસ્ત્ર’ના શુટીંગ માટે આઉટડોર જશે.

મહત્વનું છે કે અમિતાભ બચ્ચન શિસ્તબધ્ધ રૂટિન ખાન પાન તથા જીવનશૈલીને કારણે ફીટ છે. તેઓ ‘કુલી’ ફિલ્મમાં થયેલા અકસ્માત બાદ એક ચોકકસ પ્રકારનાં રૂટીનમાં જીવે છે. તેમણે પોતાની જાતને ફિઝીકલી ફીટ કરી છે. કુલીના અકસ્માત બાદ અમિતાભ બચ્ચનને લીવરનો પ્રોબ્લેમ થયો છે. તેમનું લીવર ૨૫ ટકા ચાલે છે.

Loading...