Abtak Media Google News

આલિઆ, કૃતિ, અનુષ્કા, બિપાશા, દિશાને એરપોર્ટ પર પાપારાઝીએ ક્લિક કરી

અમેરીકામાં બોલીવૂડ એવોર્ડ નાઇટ આઇફા-૨૦૧૭ યોજાઇ રહી છે. આગામી શનિ-રવિ આ બે દિવસીય ઇવેન્ટ માટે સીતારાઓ ન્યુયોર્ક ભણી પ્રસ્થાન કરી રહ્યા છે. બિપાશા બાસુ અને તેનો હબ્બી કરનસિંઘ ગ્રોવર મુંબઇથી ન્યુયોર્ક ગયા ત્યારે એરપોર્ટ પર સુંદર મજાની સેલ્ફી લઇને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ સિવાય શાહીદ કપૂરને તેની કયૂટ કયુટ બેબી મીશા સાથે એરપોર્ટ પર જોવાયો હતો. અફકોર્સ, વાઇફ મીરા પણ હતી.

સલમાન ખાન તેના ઓરમાન મમ્મી હેલનનો હાથ ઝાલીને એરપોર્ટમાં પ્રવેશ્યો ત્યારે પાપારાઝી (કેમેરામેન) ના કેમેરામાં કિલક થયો હતો. કૃતિ શેનોન, સુશાંતસિંઘ રાજપૂત, અનુષ્કા શર્મા, આલિઆ ભટ્ટ, વરુણ ધવલ, કરન જોહર, સૈફ અલિ ખાન, દિશા પટની, ટાઇગર શ્રોફ વિગેરે ન્યુર્યોકમાં યોજાનાર આઇફાનું આકર્ષણ છે. આઇફામાં સલમાન ખાન, કેટરિના કૈફ, વ‚ણ ધવન, આલિઆ ભટ્ટ, સુશાંત સિંઘ રાજપૂત, વિગેરે સ્ટાર્સ પરફોર્મ કરવાના છે. જયારે દિલજીત દોસાન્જ, એ.આર. રહેમાન, નીતી મોહન વિગેરે ગાયકો પણ લાઇવ પરફોર્મન્સ આપવાના છે. આ ૧૮મી આઇફા એવોર્ડ નાઇટનો કરન જોહર અને સૈફ અલી ખાન હોસ્ટ કરવાના છે. ન્યુર્યોકવાસી ભારતીયો આટલા બધા બોલીવૂડ સીતારાઓને સાગમટે જોઇને પાગલ થઇ જવાના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.