Abtak Media Google News

ભારે વરસાદના કારણે હાઇવે પર પાણી ફરી વળતાં બગોદરા-ભાવનગર હાઇવે સતત ત્રીજા દિવસે બંધ રાખવાની ફરજ પડી છે. હાઇવે પર ધોળીધજા અને ભોગાવો નદીના પાણી ફરી બગોદરાથી ભાવનગર જતાં વાહનોને લીંબડી તરફ ડાયવર્ટ કરાયા છે.

બગોદરથી-ભાવનગર અને ધંધૂકા જતા હાઇવે પર પોલીસે સતત પેટ્રોલિંગ રાખ્યું છે. હાઇવે બે દિવસથી બંધ થતાં વાહન ચાલકોને તકલીફ પડી રહી છે. પોલીસે બગોદરાથી ફેદરા-ધોલેરા જવાના માર્ગે બેરીકેડ મૂકી દીધા છે. કોઈ પણ વાહન આ માર્ગે જઈ શકે તેવી સ્થિતિ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.