Abtak Media Google News

કવિ-સાહિત્યકાર ચીનુ મોદીનું ૭૮ વર્ષની વયે નિધન

સુપ્રસિધ્ધ ગુજરતી કવિ-સાહિત્યકાર ચીનુ મોદીનું લાંબી માંદગી બાદ રવિવારે રાત્રીનાં સમય એચ.સી.જી. હોસ્પિટલમાં દુ:ખદ અવસાન થયું છે. ઈર્શાદના નામે જાણીતા કવિ, નાટયકાર, નવલકથાકાર, વાર્તાકારનો જન્મ ઉતર ગુજરાતનાં વિજાપુરમાં ૩૦ સપ્ટેમ્બર ૧૯૩૯માં થયો હતો.

છેલ્લા ઘણા સમયથી તેઓ બિમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી તેમના દુ:ખદ અવસાન પર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શિક્ષણ તથા મહેસુલ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શ્રધ્ધાંજલી પાઠવી છે.

  • સ્વ. ચીનુ મોદી વિશે…
  • ચીનુ મોદી ઈર્શાદ (તખલ્લુસ) તરીકે જાણીત હતા.
  • તેઓ કવિ, નાટયકાર, નવલકથાકાર, વાર્તાકાર હતા.
  • તેમને જન્મ ૩૦ સપ્ટેમ્બર ૧૯૩૯ના રોજ થયો હતો.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના દિગ્ગજોએ સ્વર્ગસ્થને આપી શ્રધ્ધાંજલી
  • અમદાવાદમાં પાલડી ખાતે તેમણે રવિવારે સાંજે અંતિમ શ્ર્વાસ લીધા હતા.
  • તેમના નિધનથી ગુજરાતી સાહિત્યને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.
  • તેમના દેહનું દાન કરવામાં આવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.