શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની વાર્ષિક પરીક્ષાની ફી જાહેર

ચાલુ વર્ષે ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ફીમાં કોઈ વધારો નહીં

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાની ફી જાહેર કરવામાં આવી ચર ત્યારે ચાલુ વર્ષે ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં ફીમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

જેમાં ધોરણ ૧૦માં રૂ.૩૫૫, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં રૂ.૪૯૦ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની રૂ.૬૦૫ ફી જ રાખવામાં આવી છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

શિક્ષણ બોર્ડ જાહેર કરેલી યાદી પ્રમાણે ધો.૧૦માં નિયમિત રિપીટર અને ખાનગી રિપિટર વિદ્યાર્થીઓની એક વિષયની રૂ.૧૩૦ અને બે વિષયની રૂ.૧૮૫ જ્યારે ૩ વિષયની રૂ.૨૪૦ અને ૩ થી વધુ વિષયની રૂ.૩૪૫ ફી ભરવાની રહેશે. જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં નિયમિત રિપીટર અને ખાનગી રિપિટર વિદ્યાર્થીઓની એક વિષયની રૂ.૧૪૦ અને બે વિષયની રૂ.૨૨૦ જ્યારે ૩ વિષયની રૂ.૨૮૫ અને ૩ થી વધુ વિષયની રૂ.૪૯૦ ફી ભરવાની રહેશે. જ્યારે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં નિયમિત રિપીટર અને ખાનગી રિપિટર વિદ્યાર્થીઓની એક વિષયની રૂ.૧૮૦ અને બે વિષયની રૂ.૩૨૦ જ્યારે ૩ વિષયની રૂ.૪૨૦ અને ૩ થી વધુ વિષયની રૂ.૬૦૫ ફી ભરવાની રહેશે.

શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી પરીક્ષા ફીમાં દિવ્યાંગ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને મુકતી આપવામાં આવી છે. જો કોઇ સ્કૂલ દિવ્યાંગ બાળકોની પણ ફી વસૂલે તો તે વિદ્યાર્થી ફરિયાદ નોંધાવી શકે છે. ચાલુ વર્ષે પરીક્ષા મોડી લેવાઇ તેવા એંધાણ છે ત્યારે પરીક્ષા ફોર્મ આગામી ૧૪ જાન્યુઆરી એટલે કે ઉતરાયણ પછી ભરાય તેવી શકયતા છે અને પરીક્ષા પણ એપ્રિલ માસમાં યોજાશે તેવુ જાણવા મળી રહ્યું છે. કોરોનાની મહામારીના કારણે ચાલુ વર્ષે પરીક્ષા ફોર્મ પણ મોડા ભરવાના ચાલુ થશે.

Loading...