Abtak Media Google News

સહિત ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત પ્રથમા અને મધ્યમાં પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરાયો: તમામ વિષયોની પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે

૧૨મીએ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પેપરનો સમય ૩ થી ૬:૩૦ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સમય ૩ થી ૬:૧૫ સુધીનો રહેશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આગામી માર્ચ ૨૦૧૮માં બોર્ડ દ્વારા લેવામાં આવનારી એસએસસી અને એચએસસી વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા આગામી ૧૨મી માર્ચ ૨૦૧૮થી લેવામાં આવશે. જેમાં તમામ વિષયોની પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે અને એચએસસી તથા એચએસસી ઉપરાંત ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત પ્રથમા અને મધ્યમાં પરીક્ષાનો વિગતાર કાર્યક્રમ જાહેર કરાયો છે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ .લતયબ.જ્ઞલિ.પર મુકવામાં આવ્યો છે.

ધો.૧૦ની પરીક્ષા ૧૨મી માર્ચથી યોજાનાર છે. જેમાં ૧૨મીના રોજ ગુજરાતી વિષય, ૧૪મીએ વિજ્ઞાન અને ટેકનોલોજી, ૧૬મીએ સામાજિક વિજ્ઞાન, ૨૦મીએ ગણીત, ૨૧મીએ ગુજરાતી (દ્વિતીય ભાષા), ૨૨મીએ અંગ્રેજી (દ્વિતીય ભાષા) અને અંતિમ પરીક્ષા ૨૩મીએ હિન્દીની યોજાનાર છે. એસએસસીમાં રીપીટર વિદ્યાર્થીઓ માટે વિષય ક્રમાંક ૧,૨,૩,૪,૫,૬ અને ૧૦,૧૩,૧૪,૧૬ માટે જૂના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાનો સમય ૧૦ થી ૧૨:૨૦નો રહેશે.

ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પણ ૧૨ માર્ચથી યોજાનાર છે. પરીક્ષાનો સમય બપોરે ૩ થી ૬:૩૦ દરમિયાન રહેશે. ૧૨મીએ પ્રથમ પરીક્ષા ભૌતિક વિજ્ઞાન, ૧૪મીએ રસાયણ વિજ્ઞાન, ૧૬મીએ ગણીત, ૧૭મીએ ગુજરાત વિષય તેમજ વૈકલ્પીક કોમ્પ્યુટર એજયુકેશન ૨૦મીએ અંગ્રેજી અને અંતિમ પરીક્ષા ૨૨મીએ જીવ વિજ્ઞાનની લેવામાં આવશે. તમામ વિષયોની પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે. કમ્પ્યુટર એજયુકેશન સૈધ્ધાંતિકની પરીક્ષા ફકત ઓએમઆર ઉત્તર પત્રીકાથી લેવામાં આવશે.

ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા પણ ૧૨મી માર્ચથી યોજાનાર છે. જેમાં ૧૨મીએ નામાંના મુળ તત્ત્વો, ૧૩મીએ તત્ત્વ જ્ઞાન, ૧૪મીએ આંકડાશાસ્ત્ર, ૧૫મીએ ભુગોળ, ૧૬મીએ અર્થશાસ્ત્ર, ૧૭મીએ વાણીજય વ્યવસ્થા, ૨૦મીએ મનોવિજ્ઞાન, ૨૧મીએ ગુજરાતી, ૨૨મીએ હિન્દી (દ્વિતીય ભાષા), ૨૩મીએ ગુજરાતી (દ્વિતીય ભાષા) અંગ્રેજી (દ્વિતીય ભાષા), ૨૪મીએ કોમ્પ્યુટર પરીચય, ૨૭મીએ સંસ્કૃત તેમજ ૨૮મીએ સમાજ શાસ્ત્રની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાનો સમય બપોરે ૩ થી ૬:૧૫ સુધીનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.