Abtak Media Google News

ધોરાજી નાં ઉપલેટા રોડ રોયલ ચેમ્બર માં આવેલ ધોરાજી તાલુકા પ્રા શિક્ષક ની ધિરાણ ગ્રાહક સહ મં લી મા આજરોજ શિક્ષકો ના બે જુથ વચ્ચે ચુંટણી યોજાવવાની હોય આગામી દિવસોમાં ત્યારે શિક્ષકો ના બે જુથ વચ્ચે કોઈ ખીજખાર રાખીને સામસામે શિક્ષકો વચ્ચે મારમારી થતાં બે શિક્ષકો ને ધોરાજી તથા એક શિક્ષકને ઉપલેટા હોસ્પિટલ માં દાખલ કર્યા અને આ ચુંટણી નો  જંગ ખેલાય તે પહેલાં શિક્ષકો બાખડ્યા હતાં.

અને આ મામલો ધોરાજી તથા ઉપલેટા પોલીસ મથકે પહોંચી હતો આ સમગ્ર ઘટના મા આગામી તા ૧ ચુંટણી શિક્ષક સહકારી મંડળી ની યોજાવવાની હોય જેમાં બન્ને શિક્ષક જુથ ના ઓએ ઉમેદવારી પત્રક ભર્યુ હોય જેમાં ચુંટણી સંદર્ભે બોલાચાલી થતા મામલો બિચકાતા મારામારી થતાં એક પક્ષે ધોરાજી પોલીસ માં ફરિયાદ કરી બીજા પક્ષે ઉપલેટા પોલીસ મથકે પહોંચી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.