લોહીની તપાસ કરવાી કિડનીનો રોગ તરત પારખી શકાય એવી શોધ મિનેસોટાના નિષ્ણાતોએ કરી છે. કિડની અને હાઈપર ટેન્શન વિશેષજ્ઞ લા ટોન્યા હિક્સનની આગેવાનીમાં કરવામાં આવેલા સંશોધનમાં પુરવાર યું છે કે, લોહીમાં ’કાર્ડિયાક ટ્રોપોપિન ટી’ પ્રકારના પ્રોેટીનની હાજરી વધુ પ્રમાણમાં હોય તો એ પુરાવો હોય છે કે કિડનીમાં ગંભીર પ્રકારની ગરબડ છે.સંશોધકોએ એ પણ તારણ મેળવ્યું છે કે, જેમને હાઈ બીપી રહેતું હોય અવા જેને હૃદયને લગતી કોઈ પણ તકલીફ હોય તેના લોહીમાં આ પ્રોટીન વધુ હોય છે. એટલે કે હૃદયને લગતા કોઈ પણ રોગનો શિકાર હોય તેને કિડનીનો રોગ થાય છે અને દસી બાર વર્ષમાં તેની કિડની ફેઈલ વાની શક્યતા ૪૭ ટકા હોય છે. સામાન્ય માણસને કિડની ફેઈલ વાનું જોખમ માત્ર ૭.૩ ટકા જણાયું છે. લા ટોન્યા હિક્સન અને તેમની ટુકડીએ ’જેનેટિક એપિડેમોલોજી નેટવર્ક ઓફ આર્ટેરિયોપી’ના નેજા હેઠળ ૧૯૯૬ી ૨૦૦૦ દરમિયાન જે લોકોના લોહીના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમની વિગતોનો અભ્યાસ કર્યો છે. એમાંના ૩,૦૫૦ દર્દી દસી બાર વર્ષ પછી કિડની ફેઈલ્યોરના ભોગ બન્યા હતા. એ તમામના લોહીમાં ’કાર્ડિયાક ટ્રોપોપિન ટી’ વધારે પડતું હતું. એમાંના ૭૦ ટકાને હાઈ બીપીની સમસ્યા હતી. બાકીના હૃદયરોગ ધરાવતા પરિવારમાંથી આવ્યા હતા.
Trending
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક
- શ્વેત સુંદરી મોનલ ગજ્જર….
- રાજ્યની ચાર ખાનગી યુનિવર્સિટી પણ કોમન એન્ટ્રન્સ ટેસ્ટથી પ્રવેશ આપશે