Abtak Media Google News

જન્મદિન નિમિતે આયોજીત રકતદાન શિબિરમાં બહોળી સંખ્યામાં થયું રકતદાન

કોરોના મહામારીને પગલે પ્રવર્તમાન સંજોગોમાં રકતની તાતી જરૂરીયાત ઉભી થઇ છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલે જન્મદિવસની આ વર્ષે અનોખી ઉજવણીનું આયોજન કર્યુ છે. જેના ભાગરૂપે આજે જન્મદિન નિમિતે સદ્દજયોતા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી સતત ર૦માં વર્ષે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતુ મેગા રકતદાન શિબિરમાં સહભાગી થવા રકતદાતાઓએ નરેશભાઇના આહવાનને ઝુલ્યું હતું.

Dsc 1397

બહોળી સંખ્યામાં રકતદાતાઓ ઉ૫સ્થિત રહ્યા હતા જેમાં સરદાર પટેલ ભવન ન્યુ માયાણીનગર, પટેલવાડી (વાણીયાવાડી) તેમજ પટેલ વાડી બેડીપરા ખાતે બહોળી સંખ્યામાં રકતદાતાઓ ઉ૫સ્થિત રહ્યા હતા. કેમ્પમાં મહામારીને પગલે સોશ્યલ ડિસ્ટન્સનું પૂરતું પાલન કરવામાં આવ્યું હતું ઉપરાંત તમામ રકતદાતાઓ માસ્ક પહેરીને સ્થળ પર હાજર રહ્યા હતા.

બિલ્ડરો દ્વારા ખોડલધામ ટ્રસ્ટને બહોળુ અનુદાન

નરેશભાઈ પટેલના જન્મ દિવસ નિમિત્તે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને જામનગરના બિલ્ડરોએ મોટું દાન અર્પણ કર્યું છે. જામનગરના બિલ્ડરોએ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને જામનગર જિલ્લાનું ખોડલધામ સંકુલ બનાવવા માટેની જમીન મા ખોડલના ચરણોમાં અર્પણ કરવાનો પ્રેરણાદાયક નિર્ણય લીધો છે. જામનગરના શિવધારા-૫ ડેવલપર્સના બિલ્ડર મુકેશભાઈ અભંગી, જયેશભાઈ સંઘાણી અને દિનેશભાઈ કપુરીયાએ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના માધ્મયથી સમાજ વિકાસના હિતમાં સંકલ્પ લઈને લાલપુર ચોકડી પાસે કુલ ૪૫,૦૦૦ ચોરસ ફૂટ જમીન ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને દાન કરેલ છે અને જામનગર જિલ્લા ખોડલધામ સંકુલમાં મા ખોડલનું પ્રતિક મંદિર, શૈક્ષણિક સંકુલ, જિલ્લા સમિતિ માટે કાર્યાલય, સંસ્થા માટે કોમ્યુનિટી હોલ, સંપૂર્ણ કમ્પાઉન્ડ વોલ અને તમામ ગાર્ડન ડેવલપિંગ કરી આપવાની જવાબદારી પણ ત્રણેય બિલ્ડરોએ પોતાના શિરે ઉપાડી લીધી છે. સાથે જ મુકેશભાઈ અભંગી ૩૬૫ દિવસના ખોડલધામ મંદિરમાં માતાજીના થાળના દાતા બન્યા છે. બિલ્ડરોના આ નિર્ણયને ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનનરેશભાઈ પટેલ અને તમામ ટ્રસ્ટી મંડળે વધાવ્યો હતો.

જરૂરીયાતમંદો સુધી રકત પહોંચાડવું એ મારો સંકલ્પ છે: નરેશભાઇ પટેલ (ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ-ચેરમેન)

Vlcsnap 2020 07 11 10H56M17S166

ખોડલ ધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષોથી તેમના જન્મ દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વખતે પણ રાજકોટ શહેરના ૩ સ્થળો પર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ કોરોનાની મહામારી વચ્ચે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ના કરવાનું વિચાર્યુ હતું. પણ બ્લડ બેન્કોને આવી પરિસ્થિતિમાં બ્લડની જરૂરીયાત હોવાથી બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. દર વર્ષે અંદાજે ૩૦૦૦ બોટલનું કલેકશન થતું હોય છે. ત્યારે આ વખતે પણ એટલું કલેકશન થાય તેવી આશા રાખું છું. અને ૬ જેટલી બ્લડ બેન્કો હાજર રહી હતી તેના દ્વારા તમામ જરુરીયાત મંદ લોકોને રકત મળે તેવી પ્રભુને પ્રાર્થના છે.

નરેશભાઇ આવનારા દિવસોમાં આવા જ ઉત્સાહ સાથે સેવાકીય પ્રવૃતિઓ કરે તેવી શુભકામના: ડી.કે. સખીયા માર્કેટીંગ યાર્ડ- ચેરમેન)

Dsc 1403

માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નરેશભાઇ પટેલના જન્મદિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ દર વર્ષે બ્લડ ડોનેશન તથા બીજી ઘણી પ્રવૃતિ નરેશભાઇ  થકી કરવામાં આવતી હોય છે ત્યારે નરેશભાઇનો એવી શુભેચ્છા પાઠવું છું કે આમ જ પ્રવૃતિ કરે અને આગળ વધે એવી શુભેચ્છા.

રકતદાન કરી થેલેસેમીક પીડિતોને મદદ કરવાનો નાનકડો પ્રયાસ કર્યો છે: જયશ્રીબેન વસાણી- રકતદાતા

Vlcsnap 2020 07 11 10H56M30S897

રકતદાતા જયશ્રીબેન વસાણીએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે નરેશભાઇ પટેલના જન્મદિવ નીમીતે જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં બ્લડ ડોનેટ કરી અને થેલેસેમીયાગ્રસ્ત લોકો તથા કોરોના મહામારીને લીધે થતી ઉણપ ને પૂરી પાડવા માગીએ છીએ. ઘણા લોકોના મનમાં રકતદાન વિશે એવા વિચાર પણ હોય છે કે નબળાઇ આવી જશે પણ ખરેખર એવું હોતું નથી અને બ્લડ આપવાની લોહીનું વધારે સકયુલેશન થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.