Abtak Media Google News

પૂર્વ સાંસદ હરિભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિથી યુવાનોના ઉત્સાહમાં વધારો થયો

ઉપલેટામાં નવાપરા યુવા ગ્રુપ દ્વારા રામજી મંદિરના સાનિધ્યમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ તેમાં ઉત્સાહપૂર્વક રકતદાતાઓએ રકતદાન કરેલ હતું. નવાપરા યુવા ગ્રુપ આયોજીત રકતદાન કેમ્પમાં ઉત્સાહપૂર્વક ૧૮૬ બોટલ જેટલું રકત એકત્ર થયેલ હતું. તેમાં માનવ જીંદગી અમુલ્ય છે જેને બચાવવા લોહી એક મહત્વનું તત્વ છે. લોહીની આકસ્મિત જરૂર કોઈપણ વ્યકિતને પડી શકે છે. કારણ લોહીમાં કોઈ વિકલ્પ નથી આવા ઉમદા હેતુથી થયેલ રકતદાન કેમ્પમાં નવાપરા યુવા ગ્રુપના ઉત્સાહમાં વધારો કરવા પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ, નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપપ્રમુખ ધવલભાઈ માકડિયા, કડવા પટેલ સમાજ પ્રમુખ ગોપાલભાઈ ઝાલાવડીયા, અશોકભાઈ માકડિયા, સ્કૂલ બોર્ડના પૂર્વ ચેરમેન નીતિનભાઈ અઘેરા, માધવજીભાઈ પિસાવાડિયા, વજુભાઈ માકડિયા, મનિષભાઈ કાલરીયા, કે.ડી.સિણોજીયા, ખોડલધામના પ્રમુખ વિઠ્ઠલભાઈ વોરા, મુકેશભાઈ ડોબરીયા, સુધરાઈ સભ્યો રણુભા જાડેજા, જયેશભાઈ ત્રિવેદી, અજયભાઈ જાગાણી, અમુભા જાડેજા, રઘુવીરસિંહ સરવૈયા, પરબતભાઈ બારૈયા, ક્રિષ્નાબેન લાડાણી, નિકુલભાઈ ચંદ્રવાડિયા, કમલેશભાઈ વ્યાસ સહિત આગેવાનો હાજર રહેલ હતા.

Camp

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.