ગંગોત્રી સ્કૂલ દ્વારા ગોંડલ ખાતે રવિવારે રકતદાન કેમ્પ યોજાશે

થેલેસેમીયા, કિડની અને કેન્સરના દર્દીઓ માટે કરાયેલુ  આયોજન: ૬૦૦ થી ૭૦૦ બોટલ રકત એકત્ર કરવાનો નિર્ધાર

ગંગોત્રી સ્કુલ ગોંડલ દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ થેલેસેમીયા ગ્રસ્ત બાળકો અને સિવીલ હોસ્પિટલમાં સારવાર લેતા કિડની, કેન્સરનાં દર્દીઓ તથા જરૂરીયાત મંદ દર્દીઓ માટે સ્પેશિયલ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે.

સિવિલ હોસ્પિટલમાં ૪૦૦ થી વધારે બાળકો રેગ્યુલર સારવાર લઇ રહ્યા છે જેમને દર મહિને ૧ર૦૦ થી ૧પ૦૦ જેટલી રકતની બોટલની જરુરીયાત રહે છે. આવા થેલેસેમીયા ગ્રસ્ત બાળકોને અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા કિડની, કેન્સરના દર્દીઓ તથા જરૂરિયાત મંદ દર્દીઓને પણ પૂરતા પ્રમાણમાં બ્લડ મળી રહે અને તેઓ પણ વધુ સારી જિંદગી જીવી શકે તે હેતુથી ગંગોત્રી સ્કુલ પરિવાર દ્વારા તા. ૩૧-પ ને રવિવારના રોજ સવારે ૮ થી ર સુધી ગંગોત્રી સ્કુલ, ગુંદાળા રોડ, ગોંડલ મુકામે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. આ બ્લડ ડોનેશન કેમ્પ માટે ગંગોત્રી સ્કુલ ગોંડલ તેમજ શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનયભાઇ જસાણી, બંટીભાઇ ભુવા ગ્રુપ તેમજ અન્ય મંડળો  તથા ગોંડલની વિવિધ સેવાકીય સંસ્થાઓ, રોટરી કલબ, સારથી ગ્રુપ, સમાજ અગ્રણી અને રાજકીય અગ્રણી દ્વારા વધુમાં વધુ લોકો બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાય તેના માટે સહિયારા પ્રયાશથી અગાથ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ કેમ્પમાં એકત્ર થયેલ બ્લડ માત્ર થેલેસેમીયા ગ્રસ્ત બાળકો અને સિવિલ  હોસ્પિટલમાં સારવાર લેતા કિડની, કેન્સરના દર્દીઓ તથા જરૂરિયાત મંદ દર્દીઓ માટે જ વપરાશે અને તે ડાયરેકટર સિવીલ હોસ્પિટલમાં મોકલવામાં આવશે.

તેવું આજે અબતકની મુલાકાતે આવેલા સ્કુલના ચેરમેન સંદીપભાઇ છોટાળાએ કહ્યું હતું.

Loading...