Abtak Media Google News

ગીરના પાટનગર તાલાલા શહેરમાં તાલાલા તાલુકા પત્રકાર સંઘ પ્રેરિત “મહારક્તદાન” સેવાયજ્ઞ કેમ્પનો સેવાયજ્ઞનો શુભારંભ દીપ પ્રાગટ્ય પરમ પૂજ્ય મહંત શ્રી બિમલદાસ બાપુ (રાઘવેન્દ્ર આશ્રમ-સાસણ) ના વરદ હસ્તે કરવામાં આવ્યા.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહેમાનો ભગવાનભાઇ બારડ (ધારાસભ્ય)/ભીમશીભાઇ પટાટ/નારણભાઈ પંપાણિયા/મહેન્દ્રભાઇ પીઠીયા-(ગીર સોમનાથ ભાજપ મહામંત્રી) વિજયભાઈ ઠાકર (શહેર ભાજપ પ્રમુખ) રવજીભાઈ કણસાગરા/ બંસીધર ભાઈ/ (માજી તાલુકા પંચાયત પ્રમુખ) દેવાયત ભાઈ વાઢેર/હેલ્થ વિભાગ ડો ભાવિક કુંભાણી સાહેબ/તેમજ નામી-અનામી આગેવાનો આ પ્રસંગે હાજર રહેલ

આ મહારક્તદાન કેમ્પ માનવ સેવાયજ્ઞમાં આ વિસ્તારના લોકોના સાથ અને સહકારથી આશરે ૧૩૩ બોટલ જેટલું અમૂલ્ય રક્તદાન બ્લડ બેન્ક સિવિલ હોસ્પિટલ અમદાવાદને આપી આ માનવ સેવાયજ્ઞમાં સહભાગી બન્યા તે તમામ રક્તદાતાઓને પત્રકાર સંઘ આભાર માન્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.