Abtak Media Google News

થેલેસેમીયા પીડિત બાળકોના લાભાર્થે

૭૦ થી વધુ બોટલ રકત એકત્રીત

પુરૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ તથા રોલ પ્રેસ એસોસીએશન દ્વારા થેલેસેમીયા પિડિત બાળકોના લાભાર્થે ગઇકાલે સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે સવારે ૯ થી ૧ દરમિયાન સરદાર સ્કુલ પાસે, સંતકબીર રોડ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે પુરૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઇ રાઠોડ તથા રોલપ્રેસ એસોસિએશનના પ્રમુખ પરેશભાઇ સોલંકી સહિતના ઉ૫સ્થિત રહ્યા હતા. બહોળી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેશન કર્યુ હતું. આવનાર તમામ રકતદાતાઓનું ગીફટ તથા સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં ૭૦થી વધુ બોટલ રક્ત એકત્ર થયું હતું. કેમ્પમાં અનેક લોકો રાજીખુશીથી જોડાયા હતા. રક્તદાન કેમ્પને સફળ બનાવવા પુરુષાર્થ યુવક મંડળના સભ્યોએ ખડેપગે રહ્યા હતા.

તમામ લોકો રકતદાન કરી બીજાની જિંદગી બચાવવા મદદરૂપ બને: પરેશભાઇ સોલંકી

Dsc 0776

અબતક સાથેની વાતચીત દરમિયાન રોલપ્રેસ એસોસીએશનના પ્રમુખ પરેશભાઇ સોલંકીએ જણાવ્યું  હતું કે છેલ્લા ઘણા સમયથી અમે રકતદાન કેમ્પનું આયોજન કરીએ છીએ આજે અમે પુરૂષાર્થ યુવક મંડળ સાથે રહીને રકતદાન કેમ્પ યોજયો છે. અંદાજે ૭૦ થી વધુ બોટલ રકત એકત્રીત કરવામાં આવ્યું છે. રકતદાન એ મહાદાન છે. રકત આપવાની અનેક લોકોની જીંદગી બચાવી શકીએ છીએ. તેથી હું તમામ લોકોની વિનંતી કરું છું કે રકતદાન કરી બીજાની જીંદગી બચાવવા મદદરૂપ થાઓ.

લોકડાઉનની શરૂઆતથી અમે નિયમિત  રકતદાન કેમ્પ કરીએ છીએ: કિશોરભાઇ રાઠોડ

Dsc 0775

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન પુરૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઇ રાઠોડએ જણાવ્યું હતું કે જયારથી લોકડાઉન થયું ત્યારથી અમે રકતદાન કેમ્પનું આયોજન કરીએ છીએ. આજે પુરૂષાર્થ યુવક મંડળ અને રોલપ્રેસ એસોશીએશનના સંયુકત ઉપક્રમે રકતદાન કેમ્પ યોજાયો છે. બધાને ખ્યાલ છે કે લોકડાઉન અને કોરોના મહામારીની પરિસ્થિતિમાં થેલેસેમીયાના બાળકો, ડાયાલીસીસના પેશેન્ટ હોય કે ગાયનેકના પેશન્ટને અવીરત રકતની જરુરત પડતી ત્યારે તેમની તે જરુરીયાતને પહોંચી વળવા માટે અમે રકતદાન કેમ્પ કરીએ છીએ.  લોકડાઉનથી અત્યાર સુધીમાં ૧૪૦૦ થી પણ વધુ લોકોએ રકતદાન કરી માનવ જીવન બચાવેલ છે. અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ગ્રુપ દ્વારા રકતદાન કેમ્પ થાય તે માટેના અવિરત પ્રયાસો સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.