Abtak Media Google News

યુવા પેઢી સેવાકાર્યમાં આગળ આવી રકતદાન કરવા પ્રેરાય તે માટે આવા કેમ્પનું આયોજન કરવું જરૂરી-ખવડ

હાલ કોરોનાની મહામારી વિશ્ર્વ વ્યાપક બની છે અને સમગ્ર વિશ્ર્વ કોરોના સામે ઝઝુમી રહ્યું છે. કેન્દ્ર સરકાર અને રાજયની સરકાર દ્વારા કોરોના સામે અસરકારક પગલા લેવાઇ રહ્યા છે. ત્યારે હાલ કોરોના સંક્રમણને પગલે હાલ દર્દીઓને બ્લડની તાતી જરૂરીયાત છે. ત્યારે હાલ કોરોનાના સંક્રમણને પગલે હાલ દર્દીઓને બ્લડની તાતી જરૂરીયાત છે. ત્યારે રાજકોટ શહેરના લોકસાહીત્યકાર દેવાયતભાઇ ખવડ દ્વારા લોકકલ્યાણ માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે દેવાયતભાઇ ખવડે જણાવ્યું હતું.

આ તકે દેવાયતભાઇ ખવડે જણાવ્યુ હતુ કે વિવિધ સંસ્થાઓ દ્વારા હાલ ગરીબોને ભોજન, રાશનકીટ વિતરણ, દવા-માસ્ક વિતરણ જેવા સેવાકર્યો કરવામાં આવે છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને બ્લડ, પ્લાઝમા ડોનેટની જરૂરીયાત રહેતી હોય છે ત્યારે યુવાપેઢી આ સેવાકાર્યમાં આગળ આવે અને રકતદાન કરવા માટે પ્રેરાય તે માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયેલ છે. આ કેમ્પમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડે. મેયર અશ્ર્નીન મોલીયા, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, મહા નગરપાલિકા ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકર, કોર્પોરેટર બાબુભાઇ આહીર, સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને દેવાયતભાઇ ખવડ દ્વારા કરવામાં આવેલા આ સેવાકાર્યને બીરદાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.