પડધરીના મોવૈયામાં વિજયભાઈ રૂપાણીના જન્મદિવસે રકતદાન કેમ્પ યોજાયો

મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા પડધરી તાલુકાના મોવૈયા ગામે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેનું  આયોજન  સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના રાજકોટ,કચ્છ અને મોરબી જીલ્લા ના ઝોન સંયોજક અપૂર્વભાઈ મેહતા  તેમજ રાજકોટ જિલ્લા સંયોજક  રજનીશભાઇ  પટેલ, નીતીનભાઈ ભેસજાણીયા  ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતુ.આ કાર્યક્રમ ના મુખ્ય અતિથિ જિલ્લા પંચાયત સદસ્ય ધીરુભાઈ તળપદા,જિલ્લા ભાજપ ના પૂર્વ મહામંત્રી દિલીપભાઈ,  તાલુકા ભાજપ પ્રમુખ હઠુભા જાડેજા, કિશન સંઘ ના પ્રમુખ હરદેવસિંહ જાડેજા, મોવૈયા ગામના સરપંચ નિલેશભાઈ તળપદા હતા. જેના આયોજન માટે   સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના પડધરી તાલુકા  સંયોજક વિરેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ  ચૌહાણે ઝેહમત  ઉઠાવી હતી.

Loading...