Abtak Media Google News

રકતદાન કેમ્પમાં ૬૬ બોટલ રકત એકત્ર થયું

માણાવદરનાં રઘુવીરપરામાં રઘુવીર યુવા ગ્રુપ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરેલ હતુ. જેમાં રાજકોટની સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેંકે પોતાની સેવા આપી હતી.

આ કેમ્પનું ઉદઘાટન મહેર શકિત સેનાના આગેવાનોએ કરાયું હતુ આ રકતદાન કેમ્પની અંદર ૬૬ બોટલ રકત એકત્રીત થયું હતુ.

આ કેમ્પમાં તાલુકા પંચાયતના પ્રમુખ દયાબેન ઝાલા, નગરપાલીકા પ્રમુખ જયેશ વાછાણી, વરજાગભાઈ ઝાલા, નિર્મળસિંહ ચુડાસમા, કરશનભાઈ સુત્રેજા, રામભાઈ કડછા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ કેમ્પને સફળ બનાવવા માટે રઘુવીર યુવા ગ્રુપના લીલાભાઈ સુત્રેજા, મેરામણભાઈ ઓડેદરા, દિપુભાઈ ઓડેદરા, કિશનભાઈ દેવદાસભાઈ બાલુભાઈ તેમજ વગેરે કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.