મોદી સ્કૂલ દ્વારા યોજાયો રકતદાન કેમ્પ

મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ કેમ્પમાં ૮૯ રકતદાતાઓએ રકતદાન કર્યુ

કોવિડ-૧૯ જેવી મહામારીના સમયમાં દરેક બિમાર વ્યક્તિ અને થેલેસેમિયા પીડિત લોકોને બ્લડની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે. એટલે રકતદાન મહાદાન એમ કરીને મોદી સ્કૂલ દ્વારા પંડિત દિનદયાલ મેડિકલ કોલેજ તથા સિવિલ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે ૨૦માં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું ઉદ્ધાટન મોદી સ્કૂલ દ્વારા પંડિત દિનદયાલ મેડિકલ કોલેજ તથા સિવીલ હોસ્પિટલ ઉપક્રમે ૨૦માં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું ઉદ્ધાટન મોદી સ્કૂલના ટ્રસ્ટી ધવલભાઇ મોદી, આત્મનભાઇ મોદી, પ્રિન્સિપાલઓ, સેકશન, વાલીઓ તેમજ પી.ડી.યુ. મેડિકલ કોલેજ, સીવીલ હોસ્પિટલના ડોકટર સાહેબના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૮૯ બોટલ બ્લડ યુનિટ (૩૧,૧૫૦ સીસી) એકત્રિત કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશનનો મુખ્ય ઉદ્ેશ ગરીબ દર્દીઓ તેમજ જરૂરિયાતમંદ લોકોને વિના મૂલ્યે બ્લડ મળી રહે તે મુજબનો છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોદી સ્કૂલ સ્ટાફ, વાલીઓ તેમજ અન્ય વ્યક્તિઓએ પોતાનું અમૂલ્ય બ્લડ ડોનેટ કરેલું હતું. સમગ્ર વર્ષ દરમિયાન મોદી સ્કૂલ દ્વારા ત્રણવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીના મોદી સ્કૂલમાં યોજાયેલ ૨૦ કેમ્પમાં ૩૨૨૭ બોટલ, બ્લડ યુનિટ ૧૧,૨૯,૪૫૦ સી.સી. સીવીલ હોસ્પિટલને સ્કૂલ દ્વારા અર્પણ કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમનું સંપુર્ણ આયોજન મોદી સ્કૂલના પ્રિન્સીપાલઓ, તમામ સેકશનહેડ તેમજ સમગ્ર શિક્ષકગણ તથા સ્ટાફ મિત્રોએ કરેલ હતું. સર્વે રકતદાતાઓને મોદી સ્કૂલનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. આર.પી. મોદી બધાને અભિનંદન પાઠવ્યા હતા.

Loading...