ગોંડલમાં રૂદ્રસેન ગ્રુપ દ્વારા શુક્રવારે રકતદાન કેમ્પ

ગોંડલના યુવા સંગઠન રૂદ્રસેન સેવા ગ્રુપ દ્વારા તા.૧૦.૭ને શુક્રવારના રોજ સવારે ૯ થી બપોરનાં ૧ વાગ્યા સુધીમાં રકતદાન કેમ્પનું આયોજન કરાયું છે. રૂદ્રસેના સેવા ગ્રુપના પ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે તા.૧૦ને શુક્રવારે સવારે ૯ થી બપોરનાં ૧ વાગ્યા સુધી શ્રીડેન્ટલ ઈમ્પ્લાન્ટ કિલનીક, આશીર્વાદ કોમ્પ્લેક્ષ, પહેલા માળે, ગુંદાળા ફાટક પાસે, ગણેશ ઓઈલ મીલની બાજુમાં ગોંડલ ખાતે યોજાયેલ આ રકતદાન કેમ્પમાં કોરોનાના કપરા સમયમાં માસ્ક પહેરવા અને સામાજીક અંતર જાળવવા સહિતના નિયમોનું કડક પાલન કરવામાં આવશે.

રકત એકત્ર કરવાની કામગીરીમા આસ્થા બ્લડ બેંક સેવા આપશે. રકતદાન કેમ્પમાં રકતદાનનું બ્લડ પ્રેશર સુગર વગેરે મળીને લોહી સ્વીકાવામાં આવશે. રકદાતાને રકતદાન કર્યા બાદ સ્ફૂર્તિ રહે તે માટે લીંબુ સરબત તથા કોફી, બિસ્કીટ વગેરેની સુવિધા રાખવામા આવી છે. આ રકતદાન કેમ્પમાં સો બોટલ રકત એકત્ર કરવાની ધારણા છે તેમ સિધ્ધરાજસિંહે જણાવ્યું હતુ.

Loading...