ચોટીલામાં મુખ્યમંત્રીના જન્મદિવસે યોજાયો રકતદાન કેમ્પ

સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર અને યુવક બોર્ડનું આયોજન: ૬૫ બોટલ રકત એકત્ર કરાયું

ચોટીલામાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ અને સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા ગુજરાત ના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમીતે રક્ત દાન શિબિર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ચેસ્ટા હોસ્પિટલ સહભગી બની હતી. આ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પ્રાંત અધિકારી આર.બી અંગારી મામલતદાર પી એલ ગોઠી ચોટીલા પીઆઇ ભાવનાબેન પટેલ, ભાજપના જયભાઈ શાહ, મેરૂભાઈ ખાચર, સુરેશભાઈ ધરજીયા હ્યુમન રાઈટ્સના સભ્યો ખાસ હાજર રહ્યા હતા જ્યારે સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ગ બોડના જિનેન્દ્ર શાહએ જણાવ્યું હતું કે આ શિબિરમાં  રક્તની ૬૫ બોટલો એકઠી થઇ હતી.

Loading...