Abtak Media Google News

થેલેસેમિયાના બાળકો માટે રકત એકત્રિત કરવાની પહેલમાં ફાયરજવાનોએ ૪૧૧ બોટલ કર્યું રકતદાન

દુનિયાભરમાં કોરોનાની મહામારીએ જન-જીવન અસ્ય વ્યસ્થ કરી નાખ્યુ છે. ત્યારે કોરોના પર કાબુ મેળવવા સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતી સર્જાઇ છે. જેના કારણે થેલેસેમિયાગ્રસ્ત બાળકો તથા અન્ય રકત જરૂરિયાતમંદ દર્દીઓને રકતની જરૂર પડતી હોય પરંતુ લોકડાઉનના કારણે રકતદાતાઓ પહોચી શકતા ન હોવાથી સિવિલ હોસિપટલના આરએમઓ ડો. મહેન્દ્રભાઇ ચાવડા અને રાજચંદ્ર સેવા ગ્રુપના વિનયભાઇ જસાણીની જહેમતની શહેરના આઠ ફાયર મથકો પર રકતદાન કેમ્પનું આયોજન કરી ૪૧૧ બોટલ રકત એકત્રિત કર્યુ હતું.

સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે પી.ડી.યુ સિવિલ હોસિપટલ કેન્દ્ર સ્થાન પર હોય ત્યારે શહેરના ૬૦૦ જેટલા અને આસપાસના સૌરાષ્ટ્રના અન્ય જીલ્લાઓમાંથી ૬૦૦ જેટલા થોલેસેમિયાના દર્દીઓને રકતની અછત સર્જાતા તેમની  સગવહ માટે સિવિલ હોસ્પિટલ તંત્ર, રાજચંદ્ર સેવા ગ્રુપ અને ફાયરજવાનોએ પહેલ કરી એક અઠવાડિયાથી ઓછા સમયમાં જ ૪૧૧ બોટલ રકતદાન એકત્રિત કર્યુ છે.

ફાયરબિગેડના જવાનો દ્વારા જુદા જુદા સ્થળોએ રકતદાનના આઠ કેમ્પ યોજાયા હતા. જેમાં કુલ ૪૧૧ બોટલ રકત એકત્રિત કર્યુ હતું. એકત્રિત થયેલુ રકત સિવિલ હોસ્પિટલમાં આવતા થેલેસેમિયાના દર્દીઓ માટે તેમજ કેન્સર, જનાના અને કીડનીના દર્દીઓ માટે રકત એકત્રિત કરવામાં આવ્યુ હતું.

આ તમામ આઠ રકતદાનકેમ્પના આયોજનમાં ફાયર જવાનોનો ઉત્સાહ વધારવા માટે મેયર બિનાબેન આચાર્ય, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી અને ફાયરબ્રિગેડના અધિકારી ભીખાભાઇ ઠેબા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સિવિલ હોસિપટલમાં રોજની ૧૦૦ જેટલુ યુનિટની જરૂરીયાત રહે છે. જેના કારણે રકતની અછત સર્જાતા ફાયર જવાનો વ્હારે આવી ૪૧૧ બોટલ રકત એકત્રિત કર્યુ હતું

ફાયર મથક       એકત્રિત રકત

રામાપીર ચોકડી ૫૧

મવડી ચોકડી   ૫૫

કાલાવડ રોડ   ૫૫

કનક રોડ               ૪૫

ઇઆરસી                ૩૫

બેડીપરા        ૪૦

રેલનગર               ૬૮

કોઠારિયા               ૬૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.