Abtak Media Google News

જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી….

એલઆઇસીના અધિકારીઓ અને કર્મચારીઓએ રકતદાન કરીને સમાજનું ઋણ ચુકવવાનો ભગીરથ પ્રયાસ કર્યો

એલ.આઇ.સી. એ  ૧ સપ્ટેમ્બરે ૬૩ વર્ષ પૂર્ણ કરી ૬૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્યારે એલ.આઇ.સી. દ્વારા ૧ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન વિમા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. સપ્તાહ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો યોજાયા છે. જેમાં આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. એલ.આઇ.સી. એજન્ટી ગ્રાહકો તથા અધિકારીઓ દ્વારા મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. એલ.આઇ.સી. દ્વારા છેલ્લા ર૦ વર્ષથી વિમા સપ્તાહનું આયોજન કરવામાં આવે છે.

સમાજે જે સહયોગ આપ્યો તેના વળતરમાં રકતદાન કરીએ છીએ: જયંતકુમાર

Public-Memorandum-To-The-Corporation-For-1-Crore-Congress-Surprise-Program
public-memorandum-to-the-corporation-for-1-crore-congress-surprise-program

જયંત કુમાર સરોડાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે…  ૧ સપ્ટેમ્બર ૧૯૫૬માં એલ.આઇ.સી. ની સ્થાપના થઇ હતી. આ ૬૩ વર્ષેમાં ભારતના લોકોએ ખુબ સહયોગ આપ્યો છે. એટલે અમે ૧ થી ૭ સપ્ટેમબર દરમિયાન વિમા સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. જેમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થાય છે. એમાં આજે રકતદાનનું આયોજન કરેલ છે. સમાજએ અમને જે સહયોગ આપ્યો છે. એના વળતરમાં અમે આપવા માટે અમારા અધિકારી, કર્મચારીઓ દ્વારા રકતદાન કરવામાં આવ્યું છે. રાજકોટમાં છેલ્લા ર૦ વર્ષથી આ પ્રવૃતિ કરવામાં આવે છે.

એલ.આઇ.સી.ની ટેગલાઇન  ‘જીંદગીને સાથ ભી, જીંદગીને બાદલી’ એ માત્ર મૃત્યુ પછી જ નથી જીવન દરમિયાન બીજી પણ કોઇ આવશ્યકતા હોય રીટાયરમેન્ટ, એજયુકેશન: હેલ્થજેવી તમામ યોજનાઓ એલ.આઇ.સી. દ્વારા આપવામાં આવે છે.

એલઆઇસી માત્ર જીવન વિમા નહીં પણ એક સુપર માર્કેટ બન્યું છે: કેતન બારઇ

Public-Memorandum-To-The-Corporation-For-1-Crore-Congress-Surprise-Program
public-memorandum-to-the-corporation-for-1-crore-congress-surprise-program

કેતન બારઇએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એલ.આઇ.સી. નું મુખ્ય કામ ૧૯૫૬માં વિમો આપવાનું શરુ કર્યુ હતું. કે કોઇ વ્યકિતના મૃત્યુ પછી તેના  પરિવારને આર્થિક તકલીફ ન પડે અને કુટુંબની નિર્વાદ થઇ શકે. પણ આજ મને બતાવતા ખુશી થાય તે એલ.આઇ.સી. ના ૬૩ વર્ષની અંદર એલ.આઇ.સી. માત્ર જીવન વિમા નહીં પણ એક સુપર માર્કેટ બની છે. અમારી પાસે અનેક પ્લાનો છે. જેનાથી આજે ૬૦ લાખ કરોડની એક મોટી કંપની બની છે. અમે અત્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ, પેન્શન પ્લાન, જેવી અનેક યોજનાઓ આપીએ છીએ. હું ભારતના દેશવાસીઓને શુભકામના પાઠવું છું એમના સહયોગથી જ એલ.આઇ.સી. સફળતા પૂર્વકના ૬૩ વર્ષ પૂર્ણ કરેલ છે અને હજુ આગળ પણ વર્ષો સુધી આવો જ સહયોગ મળતો રહે.

મેં અત્યાર સુધીમાં ૯૮ વાર બ્લડ ડોનેટ કર્યુ છે આજે ૯૯મું: પ્રશાંત બાસુ

Public-Memorandum-To-The-Corporation-For-1-Crore-Congress-Surprise-Program
public-memorandum-to-the-corporation-for-1-crore-congress-surprise-program

પ્રશાંત બાસુએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બ્લડ ડોનેશન કોઇપણ વ્યકિતન મરતા બચાવી શકે છે. બ્લડ ત્રણ મહીનામાં ખરાબ થઇ નવા બનેલા બ્લડ સાથે ભળી જાય છે. એનાથી સારુ કે એ બ્લડને રિસાયકલ કરી કોઇ જરુરત મંદને આપી શકાય છે. જેથી નવું જીવન મળી છે.

મે અત્યાર સુધીમાં ૯૮ વખત ૯૯ ડોનેશન કર્યુ છે અને આજે ૯૯મી વખત થશે.

છેલ્લે કહીશ કે બ્લડ ડોનેશનથી બ્લડ સંતુલન રહેશે. શરીરમાં સ્ફુરતી આવશે અને સૌથી મોટી ફાયદો દેશ માટે છે. બ્લડ ડોનેશન થી જરુરી વ્યકિત ને બ્લડ મળી શકે અને દેશ તથા સમાજની મદદ થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.