કોરોના મહામારીના કપરા સમયમાં શિવમ પાર્ક ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ

પુરૂષાર્થ યુવક મંડળનો બ્લડ ડોનેશન કેમ્પમાં અદકેરો સહયોગ મળ્યો

સમગ્ર દેશમાં કોરોના મહામારીના કારણે લોકડાઉનના કારણે હોસ્પિટલોમાં બ્લડની ખુબ જ ઉણપ રહે છે.જે ધ્યાનમાં લઇ વાઇરસની મહામારીના કપરા સમયમાં શિવમ પાર્ક ગ્રુપ દ્વારા મનસુખભાઈ જાદવના માર્ગદર્શન હેઠળ અને પુરૂષાર્થ યુવક મંડળના સહયોગથી સિવિલ હોસ્પિટલના લાભાર્થે થેલેસીમીયા ગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં શોશ્યલ ડીસટન્સ, માસ્ક પહેરવાનું વિગેરેનું ચુસ્ત પાલન કરવામાં આવેલ. આ કેમ્પમાં ૭૦ જેટલા રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કરેલ અને આ મહાયજ્ઞમાં સહભાગી બનેલ. આ બ્લડ ડોનેશન કેમ્પ દરમ્યાન રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, વિધાનસભા-૬૮ના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, વિધાનસભા-૭૦ના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અને પુરૂષાર્થ યુવક મંડળના પ્રમુખ કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયા, વોર્ડ નં.૦૬ના કોર્પોરેટર દેવુબેન જાદવ, સજુબેન રબારી, મુકેશભાઈ રાદડિયા, વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, વોર્ડ નં.૦૬ના વોર્ડ પ્રમુખ ઘનશ્યામભાઈ કુંગશીયા, મહામંત્રી વિરમભાઈ રબારી, જગાભાઈ રબારી, પરાગભાઈ મહેતા, પિન્ટુભાઈ રાઠોડ વિગેરે ઉપસ્થિત રહેલ.

આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા શિવમ પાર્કના પ્રમુખ દેવરાજભાઈ રબારી, ઉપપ્રમુખ સુરેશભાઈ કુવાડીયા, જેન્તીભાઈ બોરીસાગર, મિલનભાઈ કુબાવત, ધીરુભાઈ રવિયા, રામભાઈ ભરવાડ, મહેશભાઈ મહેતા, શિવકુમાર મેર, રાઘવભાઈ હડીયા, દીપકભાઈ વડગામા, લાભુભાઈ રબારી, યોગેશભાઈ રાઠોડ, શોભનાબેન ગજેરા, ચેતનાબેન કમાણી, મનીષાબેન, પ્રીતીબેન વિગેરેએ આ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવેલ.

આ તકે તમામ પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ વોર્ડના અગ્રણીઓનો તમામ વિસ્તારવાસીઓનો તેમજ બ્લડ ડોનેટ કરનાર તમામનો આભાર માનતા દેવુબેન મનસુખભાઈ જાદવ.

Loading...