Abtak Media Google News

રાજકોટમાં ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા બ્લડ ડોનેકશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુર્જર સુથાર જ્ઞાતિના આગેવાનો તથા મેયર ડો. જૈમન ઉપાઘ્યાય, ડે.મેયર દર્શિતાબેન શાહ સહીતના ઉ૫સ્થિત તથા હતા જેમાં ૨૫૦ જેટલી બોટલ રકત એકત્રિત  કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.અબતક સાથેની વાતચીતમાં મેયર જૈમન ઉપાઘ્યાયે જણાવ્યું હતું કે ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા અવાર નવાર સેવાકીય કાર્યો થતાં થાય છે. તેના ભાગરુપે આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે.Vlcsnap 2018 03 28 12H10M53S175 આયોજને પુછયું ત્યારે કીધું કે ૨૫૦ જેટલી બોટલ તો આસાનીથી ભેગી થઇ જશે. ત્યારે મને થયું કે આ એક ધન્યતાને પાત્ર વસ્તુ છે. કારણ કે લોહી કોઇ ફેકટરીમાં નથી બનતું એટલે લોહીની જરુરીયાત ખુબ પડે ગરીબ માણસ હોય, બિમાર માણસ હોય, અકસ્માત થયો હોય તો લોહીની ખુબ જરુર પડે છે. જેને લોહીની જરુર હોય તે પરેશાન થઇ ને લોહી ગોતતો હોય છે. તો આવા કેમ્પ ન થતાં હોય કે સમાજની સેવા ન થતી હોય તો પેસેન્ટ અને તેના સગાવહાલા પણ ખુબ હેરાન થતા હોય છે તો એક સારી ભાવના સાથે ગુર્જર સમાજ દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે તો તેમને ખાસ શુભકાના દેવા માટે આવ્યો છે.

અણુભાઇ ભારદિયા (રવિ ટેકનો. પ્રા.લી. ચેરમેન) એ જણાવ્યું હતું કે ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા જે બ્લડ કેમ્પનું કાર્યક્રમ થઇ રહ્યો છે આ વર્ષે ગુર્જર સુથાર જ્ઞાતિના પ્રમુખો દરેક મેમ્બરો સવ સાથે મળીને વિશાળ પાયે રાજકોટ ગુજરાતને બ્લડ ડોનેશનના કાર્યથી જે સેવા મળે તે ખુબ જ ઉમદા કાર્ય છે. ગુર્જર સુથાર જ્ઞાતિના મહાનુભાવો પ્રમુખ અઘ્યક્ષ તેમની ટીમ કારોબારી સભ્યો બ્લડ કેમ્પના કાર્યકર ભાઇઓ રેડક્રોડ બ્લડ બેંક તેમજ સ્પોન્સરો બધાને ધન્યવાદ આપું છું.

મહેશભાઇ દુદાકીયાએ કર્હ્યુ હતું કે મેં અત્યારે ૧૯મી વાર રકતદાન કર્યુુ છે અને મે રકતદાન કર્યુ છે તો તેનાથી કોઇપણ પ્રકારની નબળાઇ નથી આવતી અને રકતદાન કરવું જોએ. રકતદાન કરવું એ મહાદાન છે. મારુ લોકોને કહેવું  છે કે રકતદાન કરવું જરીરી છે. કારણ કે જરુરીયાત લોકોને મદદ રુપ થઇ શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.