Abtak Media Google News

ભારતમાં Realme x આગામી 15 જુલાઈના રોજ લોન્ચ થવાનો છે. કંપનીએ તેના માટે ગ્રાહકોને બ્લાઈન્ડ ઓર્ડર બુક કરાવવાની જાહેરાત કરી છે. સેલમાં ભાગ લેનારા ગ્રાહકો પ્રિ-બુકિંગ કરાવી શકે છે. આ સેલ 14 જુલાઈ સુધી ચાલવાનો છે. realme xનો પ્રથમ સેલ 22 જુલાઈના રોજયોજાવાનો છે.

રજીસ્ટ્રેશન કેવિરીતે કરશો?

બ્લાઈન્ડ ઓર્ડર સેલમાં ભાગ લેવા માટે યુઝરે રિયલમી realme.com પર જવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા પછી યુઝરે 1000ની રકમ ચૂકવવી પડશે. આ રજીસ્ટ્રેશન પછી જ 22 જુલાઈના રોજ યોજાનારા સેલમાં ભાગ લઈ શકાશે. આ સેલમાં વહેલા તે પહેલાના ધોરણે માત્ર બે હજાર ગ્રાહકોને જ સ્માર્ટફોન આપવામાં આવશે. જ્યારે realme x સ્પાઈડરમેન ગિફ્ટ બોક્સ માત્ર 300 ગ્રાહકોને જ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.