Abtak Media Google News

મહાકુંભ-૨૦૧૯ સ્પર્ધામાં આજે ૩૦૦ જેટલા ખેલાડીઓએ તેમનું કૌશલ્ય દર્શાવ્યું

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, રાજકોટ ગ્રામ્ય દ્વારા સંચાલિત દિવ્યાંગ ખેલાડીઓ માટે માનસિક ક્ષતિગ્રસ્ત, શારીરિક ક્ષતિગ્રસ્ત, અંધજન અને  શ્રવણમંદ દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભ-૨૦૧૯ની વિવિધ રમતોની સ્પર્ધાઓનું આયોજન તા. ૨૭ થી ૩૦ નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે.

Divyua U

જેમા આજરોજ રાજકોટ જિલ્લાના અંધ અને મુક-બધિર૩૦૦ જેટલાદિવ્યાંગ ખેલાડીઓ તેમનું કૌશલ્ય દર્શાવ્યું હતું.

જેમાં અંદાજિત ૧૧૬ જેટલા અંધ દિવ્યાંગોએ અને ૧૮૪ જેટલા મુક-બધિરો દિવ્યાંગોએ ભાગ લીધો હતો.

દિવ્યાંગઅંધ અને મુક-બધિરો માટે ૧૦૦ મી.દોડ,૨૦૦ મી. લાંબી કુદ,ગોળા ફેક, ચક્ર ફેંક, ભાલા ફેકઅનેચેસ જેવી વિવીધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. લાકડાની ક્લેપ વાગતા જ દિવ્યાંગોએ દોડની શરૂઆત કરી હતી.

તમામ બાળકોના ચહેરાઓ પર રેસમાં ભાગ લેવાનો અદભૂત ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ તકે ૧૦૦ મી. રેસમાં પ્રથમ આવેલ ૧૧ કોમર્સમાં અભ્યાસ કરતો મીત વિનોદભાઈ વિરડીયા જણાવે છે કે, “ના જીત કી ખુશી હૈ, ના હી હારને કા ગમ,મેં તો બસ દોડના ચાહતા હું, ઉડના ચાહતા હું, જીના ચાહતા હું ભલે મારી બંને આંખોમાં ૧૪ અને ૧૫ જેટલા ચશ્માના નંબર છે છતા હું મારા આત્મવિશ્ર્વાસ સાથે હરહંમેશ પ્રયત્ન તો પ્રથમ નંબરે આવવાનો જ કરીશ. રાજ્ય સરકારનો ખુબ આભાર માનું છું કે અમારા જેવા દિવ્યાંગો માટે અલગથી ખેલ મહાકુંભ ગોઠવીને આવી સરસ રમત-ગમતની વ્યવસ્થા કરી છે.

જેથી અમે પણ સામાન્ય લોકોની જેમ જ રમત-ગમતમાં ભાગ લઈ શકીએ જેથી જીવન પ્રત્યે અમારો ઉત્સાહને જળવાય રહે.

આમ, રાજ્ય સરકારે રમત-ગમત ક્ષેત્રે તેઓનો વિકાસ થાય તેવા શુભાશય સાથે દિવ્યાંગો માટે દિવ્યાંગ ખેલ મહાકુંભનું આયોજન કરીને દેશઅને દુનિયાને એક નવી રાહ ચીંધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.