Abtak Media Google News

વડાપ્રધાન પદે મોદીની જીત માટે ૧૧ કુંડી હવન

બહુજન હિતાય, બહુજન સુખાયના હેતુ સાથે બ્રહ્મશકિત પ્રદર્શન

રાજકોટ ખાતે બ્રહ્મ સમાજ અને બ્રહ્મશકિત અયોજીત આશીર્વાદ સંમેલન અને ૧૧ કુંડી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આખો કાર્યક્રમ બ્રહ્મ સમાજની મહિલા દ્વારા જ આયોજીત કરવામાં આવ્યો હતો. આ યજ્ઞનો હેતુ વડાપ્રધાનને જીતના આશીર્વાદ મળે એ માટેનો હતો. આ ૧૧ કુંડી હવનમાં ૫૧થી પણ વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ આશીર્વાદ સંમેલનમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.Vlcsnap 2019 04 22 09H06M27S122

‚પાબેન શીલુએ જણાવ્યું હતું કે, બ્રહ્મ સમાજ અને બ્રહ્મશકિત આયોજીત યજ્ઞનું આયોજન કર્યું હતું. મારા ધ્યાન મુજબ આ પ્રથમવાર જ આખો કાર્યક્રમ મહિલા આયોજીત હશે. આ કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મસમાજની બહેનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો હેતુ માત્ર એટલો જ છે કે આપણા પ્રતિનિધિ મોહનભાઈ કુંડારીયા લડી રહ્યા છે પરંતુ અહીંથી જે મત જવાનું છે એ નરેન્દ્રભાઈના હાથે મજબુત કરવા માટેનું છે. આ યજ્ઞ કરવાનો મણ હેતુ એટલો છે કે અહીંની સકારાત્મક ઉર્જા નરેન્દ્રભાઈ મોદીને મળે છે. સકારાત્મક અભિગમથી આખુ આ આયોજન કર્યું છે.જ

નરેન્દ્રભાઈનું અખંડ ભારતનું સ્વપ્ન છે મહાપરમ વૈભવનું સ્વપ્ન છે એ સાકાર થાય અને બહેનોલક્ષી યોજનાઓ પર કામ કર્યું છે. એના અનુસંધાને બહેનોએ ભેગા થઈને આખુ ભારતનું બહુજન હિતાય બહુજન સુખાય, સૌનો સાથ સૌનો વિકાસ સાથે જ્ઞાતિ-જાત ભેદભાવ વગર એમને સૌને સાથે રાખીને દેશની અખંડ ભારતનું સ્વપ્ન છે. એ ખરા અર્થમાં સાકાર થાય. હવન કરવાથી માત્ર હેતુ દેશની બધી જ સીટો ભાજપ એટલે કે મોદીને ફાળે જાય એવો હતો.એસ

લીના શુકલાએ જણાવ્યું હતું કે, બ્રહ્મ સમાજની બ્રહ્મ શકિતઓએ ૧૧ કુડનું આયોજન ૫૧થી પણ વધારે બહેનો સંમલિત થઈને આ બધી જ ઉર્જા નરેન્દ્રભાઈ મોદીને મળે અને એની સ્ટ્રેન્થ વધે એ માટે અમે લોકોએ ગુજરાતમાં પ્રથમવાર બ્રહ્મ શકિતઓએ આ હવનની ઉર્જા સીધી મળે એ માટે અમે આહવાન અને આયોજન કર્યું છે અને મોદીજી ગુજરાત અને સમગ્ર દેશની બધી સીટો જીતે એવું અમે આહવાન કર્યું છે. નરેન્દ્ર મોદી આપ આગે બઢો, હમ આપ કે સાથ હે અને બ્રહ્મ શકિત હંમેશા તમારી સાથે જ છે અને સાથે જ રહેશે તેમજ બ્રહ્મ શકિતના આર્શીવાદ આપને મળે અને ફિર મોદી સરકાર માટે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.