સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવાર કાળમુખો બન્યો: પાંચના મોત

ત્રણ લોકો ટ્રેન હેઠળ કપાયા: એસટી ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતા મૃત્યુ: ડમ્પર હડફેટે યુવકનું મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે કાલે સોમવાર ના દિવસે સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં અકસ્માતના પગલે પાંચ જિંદગીઓ મોતનાં મુખમાં હોમાઈ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવારનો દિવસ ગોઝારો બની જવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવારનો દિવસ કાળમુખો બન્યો હતો જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ જગ્યા ઉપર અકસ્માતના પગલે એક જ દિવસમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે.

જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કાલે સોમવારે વહેલી સવારે દુધરેજ ફાટક નજીક ધાંગધ્રાના પ્રેમી પંખીડાઓએ કોઈ અગમ્ય કારણોસર વહેલી સવારે પસાર થતી માલગાડી હેઠે ઝંપલાવીને મોતને વહાલું કરી લીધું છે ત્યારે આ બાબતની જાણ તાત્કાલિકપણે રેલવે પોલીસને થતાં તાત્કાલિક ધોરણે રેલવે પોલીસ દુધરેજ પાસે આવેલા રેલવે ટ્રેક ઉપર પ્રેમી યુગલે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા રેલવે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમને બંનેની લાશ સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પાંચ વાગ્યાના અરસામાં નીતિનભાઈ દરજી અગમ્ય કારણોસર સુરેન્દ્રનગર જિલ્લાના ગેટ ટેશન ઉપરથી પસાર થતી માલગાડી નીચે ઝંપલાવીને મોતને વહાલું કર્યું હતું. ત્યારે રેલવે પોલીસને આ બાબતની જાણ થતા નીતિનભાઈ ની ડેડબોડીને તાત્કાલિકપણે સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી

ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના એસટી ડેપોમાં છેલ્લા ૨૩ વર્ષથી એસટી ડ્રાઇવર ફરજ બજાવતા વજુભા રાણા સુરેન્દ્રનગર બરવાળા રૂટની બસ છેલ્લા અનેક વર્ષોથી ચલાવી રહ્યા હતા ત્યારે બરવાળા થી ઉપડયા બાદ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર નજીક આવેલ જમર ગામ પાસે અચાનક વજુભા રાણા ને છાતીમાં દુખાવો ઉપડતાં તેમનું મોત થયું હતું. મોડી સાંજે વધુ એક ગોઝારો અકસ્માત બની જવા પામ્યો હતો જેમાં ખાસ સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવર નગર અંડર બ્રિજ પાસે ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રોડ ઉપર ચાલીને જતો યુવક સુનિલભાઈને ડમ્પર ચાલકે અડફેટે લીધો હતો ત્યારે આ સુનિલને ડમ્પર ચાલકે અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી જેમાં ખાસ ડમ્પર ચાલકે ચાલીને જતો યુવક સુનિલ ગંભીર રીતે ઘટના સ્થળે ગંભીર રીતે ઘવાઈ જવા પામ્યો હતો.

Loading...