Abtak Media Google News

હેરાની સુંદરતામાં કાળું ટીલું ચાર ચાંદ લગાવે છે પરંતુ જો ચહેરા પાર બ્લેકહેડ્સ હોય તો કાળા ધાબા જેવા લાગે છે. ત્યારે તેને દૂર કરવા માટે અનેક અલગ અલગ પ્રકારના કોસ્મેટિક વાળી ટ્રીટમેંટ પાછળ ખોટો ખર્ચો કરતા હોઈએ છીએ, તેવા સમયે આ બ્લેકહેડ્સથી સરળતાથી ઘરે જ સાવ ઓછા ખર્ચે છુટકારો મેળવી શકાય છે તો આવો જાણીએ કઈ રીતે?

ટમેટું અને લીંબુ :

ટમેટાનો રસ લીંબુનો રસ અને ચણાનો લોટ લઇ તેની પેસ્ટ તૈયાર કરો, તેમાં થોડું પાણી ઉમેરી ફેઈસ પેક તૈયાર કરો તેને ચહેરા પાર લગાવી પાંચ મિનિટ રાખો અને ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. આ ફેઈસ પેકથી તમારા ચહેરાનો મેલ અને બ્લેક તથા વાઈટ હેડ્સ પણ દૂર થાય છે.

ટમેટું અને એસેન્શીયલ ઓઇલ :

4 ટમેટાનો રસ લઇ તેમાં 2-3 ઓઈલના ચહેરા પર લગાવો , આ પેકને બરફના સ્વરૂપમાં જમાવીને તેનું મસાજ પણ ચહેરા પર કરી શકાય છે જેનાથી બ્લેકહેડ્સની સાથે સાથે ચહેરા પર થતી બળતરા પણ શાંત થાય છે.

ટમેટું અને બેકિંગ સોડા :

ટમેટું અને બેકિંગ સોડા સરખા પ્રમાણમાં લઇ તેને મિક્સ કરો , અને આ પેક લગાવતા પહે 10 મિનિટ સુધી સ્ટીમ લેવી જરૂરી જેથી રોમછિદ્રો ખુલી જાય છે અને પછી 10 મિનિટ સુધી ફેસપેક લગાવો અને ત્યાર બાદ હૂંફાળા પાણી વળે ચહેરાને સાફ કરો.

ટમેટું અને એલોવેરા :

એક ચમચી ટમેટાનું જ્યુસ અને એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરી તેને ચહેરા પર લગાવવાથી વાઇટહેડ્સ દૂર થવાની સાથે સાથે ત્વચા વધુ સુંવાળી બને છે.

ટમેટું અને મુલ્તાની માટી :

આ ફેસપેક તૈયાર કરવા માટે 2 ચમચી ટમેટાનો રસ 1 ચમચી મુલ્તાની માટી અને એક ચમચી યોગર્ટ એક વાટકીમાં મિક્સ કરી ચહેરા પાર લગાવો જેનાથી બ્લેકહેડ્સ, વાઇટહેડ્સ અને ચહેરા પરની ચિકાસ તેમજ મેલ ચોક્કસ પણે દૂર થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.